________________
ચિત્તોડની નજીક બડગાંવ નામના ગામમાં બોધા નામનો એક અત્યંત નિર્ધન વણિક રહેતો હતો. પોતાના જીવનનિર્વાહ માટે તે ક્યારેક ઘી તો ક્યારેક તેલનો વેપાર કરતો હતો. યેન-કેન રીતે બે-ત્રણ શેર ભારની એક કુલડી ક્યારેક ઘીથી ભરીને તો ક્યારેક તેલથી ભરીને નજીકના નગરમાં લઈ જતો અને તેનાથી જે મામૂલી આવક થતી તેનાથી પોતાનું જીવનનિર્વાહ કરતો હતો.
ણિક બોધાને પોતાના દુર્ભાગ્ય પર વિચાર કરતા-કરતા સંસારથી વિરક્તિ (વૈરાગ્ય) થઈ ગઈ. સંજોગોવશાતુ સાંડેરગચ્છના આચાર્ય યશોભદ્રસૂરિના ઉપદેશ-શ્રવણનો તેને મોકો મળ્યો અને તે આચાર્યશ્રી પાસે દીક્ષિત થઈ ગયો.
ત્રણ વરસ સુધી પોતાના ગુરુદેવની સેવામાં રહીને તપશ્ચર્યા કરીને બોધામુનિએ જ્ઞાનઉપાર્જન કર્યું. ત્યાર બાદ ગુરુની આજ્ઞા લઈને બોધામુનિ સ્મશાનો, જંગલો અને ગિરિ-ગુફાઓમાં જઈને ઘોર તપશ્ચર્યા કરવા લાગ્યા. દરેક પ્રકારના સંકટ, ઉપસર્ગ અને કષ્ટોને સમભાવથી સહન કરીને આત્મચિંતનમાં લીન રહેવા લાગ્યા. લોકો તેમને બોધાઋષિ કહેવા લાગ્યા.
જે દિવસોમાં બોધાઋષિ અવંતિ નગરીની પાસે ધામનોદ ગામના તળાવની પાળની પાસે વનમાં ધ્યાનમાં લીન હતા, તે દિવસોમાં તે ગામના ઉદ્ધૃત્ત (તોફાની - ઉદંડ) બ્રાહ્મણ છોકરાઓ તેમની પાસે આવતા અને તેમને ધુત્કારી માર-કૂટ, ધાક-ધમકી જેવા અનેક પ્રકારનાં દારુણ દુ:ખ આપતાં. બોધાઋષિ ન તો તેમના પર ગુસ્સે થતાં ન પોતાના ધ્યાનથી વિચલિત થતા. તેમની આ પ્રકારની સહનશક્તિ, તપશ્ચર્યા, ક્ષમા અને શાંતિના પ્રતાપે અનેક પ્રકારની સિદ્ધિઓ તેમને આપોઆપ જ પ્રાપ્ત થઈ ગઈ. એક દિવસ તેઓ તળાવની પાળ પાસેના સ્મશાનની નજીક એક વિશાળ વૃક્ષની નીચે ધ્યાનસ્થ ઊભા હતા, તે સમયે ગામના ધનાઢ્ય બ્રાહ્મણોના છોકરાઓ રોજની જેમ ત્યાં ભેગા થયા અને બોધાઋષિનું ધ્યાન ભંગ કરવા માટે તેમના પર કાંકરા, પથ્થર અને લાકડીઓથી પ્રહાર કરવા લાગ્યા. તેમને (બોધાઋષિને) ભયંકર વેદના થવા લાગી, પરંતુ તેઓ અડગ, નિષ્કપ ને ધ્યાનમગ્ન ઊભા રહ્યા. આટલી માર-ફૂટ પછી પણ તેમને અડગ % જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ : ભાગ-૩)
૨૦૨