________________
બજારોના સ્થાને એક જ બજાર બનાવી દેવાથી લોકોને આમ-તેમ જુદાં-જુદાં બજારોમાં ભટકવું નહિ પડે અને એક જ બજારમાં તેમને જોઈતી બધી જ વસ્તુઓ મળી જશે.”
રાજાએ કહ્યું : “જુદી-જુદી વસ્તુઓના ગ્રાહકોના એક જ સ્થળે ભેગા થઈ જવાથી ખૂબ જ અડચણ અને અવ્યવસ્થા થઈ જશે. આ વિચારથી મેં આ ચોર્યાશી બજારોનું પૃથક્-પૃથક્ (અલગ-અલગ) નિર્માણ કરાવ્યું છે.”
આ સાંભળતાં જ સૂરાચાર્યે વિનોદપૂર્ણ મુદ્રામાં કહ્યું : “મહારાજ ! આપ આટલા મોટા વિદ્વાન છો, તો આપ એ વાત પર કેમ વિચાર નથી કરતા કે જ્યારે પોતાના બનાવેલા આ હાટ-બજારોને તોડાવીને એક બનાવી દેવામાં આપ અસમર્થ છો, તો અનાદિકાળથી ચાલ્યા આવતાં આ ષદર્શનોને નષ્ટ કરીને એક કરવા માટે આપ કેમ ઉતાવળા થઈ રહ્યા છો ? જેમ જુદાં-જુદાં બજારોમાં પોતાની જરૂરતની વસ્તુ લેવા માટે લોકો જાય છે, ઠીક તે જ રીતે ગમે તે પ્રમાણે (મેન-કેન-પ્રકારેણ) સંસારનાં સુખોનો ઉપભોગ કરવાનો ઇચ્છુક ચાર્વાકદર્શનની પાસે, વ્યાવહારિક (વહેવારિક) પ્રતિષ્ઠા-સુખસ્વર્ગાદિનો ઇચ્છુક વૈદિકદર્શનની પાસે અને મુક્તિનો ઇચ્છુક, નિરંજન-નિરાકારની ઉપાસના કરવાવાળા તથા જીવદયા પર સર્વાધિક જોર દેવાવાળા જૈનદર્શનની પાસે અને તે જ રીતે ભિન્ન-ભિન્ન ઉદ્દેશ્યોની પૂર્તિ માટે લોકો ભિન્ન-ભિન્ન દર્શનોની પાસે જશે. ચિરકાળથી રૂઢ થયેલી અને ચિત્તમાં ઘર કરી ગયેલી માન્યતાઓમાં બધા લોકો બંધાયેલા છે. આવી સ્થિતિમાં હે રાજન ! આપ જ વિચાર કરો કે બધાં દર્શન એક કેવી રીતે થઈ શકે છે ?'’
રાજાને આ તર્ક ખૂબ યુક્તિસંગત લાગ્યો. તેમણે પોતાના હઠાગ્રહનો ત્યાગ કરીને બધાં દર્શનોના પ્રમુખોને સન્માન સાથે ભોજન કરાવીને પોત-પોતાના સ્થાને જવાની રજા આપી દીધી.
બધાં દર્શનોના અનુયાયીઓએ સૂરાચાર્ય પ્રત્યે પોતાની આંતરિક કૃતજ્ઞતા દર્શાવી. આ પ્રમાણે સૂરાચાર્ય ખૂબ જ ઓછા સમયમાં આખી ધારાનગરીમાં પ્રખ્યાત થઈ ગયા.
૨૫૨ ૩
છેલ્લે જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)