________________
પાટલીપુત્રનરેશને ભલી-ભાંતિ સમજાવી-બુઝાવીને રાજકુમારને પાટલીપુત્રથી અહીં લાવી શકે છે. તેમના સિવાય આ કામ કરવાનું બીજા કોઈનું ગજું નથી.”
આ રીતે વિચાર કરી રાજા ઈંદુકે એક દિવસ આચાર્ય બપ્પભટ્ટીને નિવેદન કર્યું : “આચાર્ય મહારાજ ! મારા પ્રાણોથી અધિક પ્રિય પુત્ર ભોજ વિના મને આ બધો રાજવૈભવ સારો નથી લાગતો-ભોજની ગેરહાજરીમાં મને આ સમગ્ર સંસાર શૂન્ય જેવો લાગી રહ્યો છે. ફક્ત તમે જ તેને પાટલીપુત્રથી અહીં લાવવામાં સમર્થ છો. માટે મારા ઉપર કૃપા કરી આપ પાટલીપુત્ર જઈને મારા પરમપ્રિય પુત્ર ભોજને અહીં લઈ આવો. હું જીવનભર આપનો અહેસાનમંદ રહીશ.”
આચાર્યશ્રી દુંદુકના અંતર્મનના ગૂઢ રહસ્યને ભલી-ભાંતિ જાણતા હતા. આથી કેટલાક સમય સુધી તો એમ કહીને દુંદુકની વાતને ટાળતા રહ્યા કે - “હાલમાં તેઓ અમુક ધ્યાનની સાધનામાં વ્યસ્ત છે, તે પૂર્ણ થયા બાદ અતિ આવશ્યક યોગની સાધના કરશે અને ત્યાર બાદ પાટલીપુત્ર જઈને ભોજને લઈ આવશે. આ રીતે દુંદુકની વિનંતીને વારેઘડીએ કોઈ ને કોઈ કાલ્પનિક આવશ્યક કારણ બતાવી ટાળતા-ટાળતા, આમરાજના મૃત્યુ પછીના પોતાના જીવનનાં બાકી બચેલાં પાંચ વર્ષમાંથી ઘણો ખરો સમય વ્યતીત કરી દીધો.
છેલ્લે મહારાજા દુંદુકના હઠાગ્રહપૂર્વકના અંતિમ અનુરોધથી આચાર્ય બપ્પભટ્ટીને લાચાર થઈને પાટલીપુત્ર તરફ પ્રયાણ કરવું જ પડ્યું. તબક્કાવાર પાટલીપુત્ર તરફ આગળ વધતા જ્યારે તેઓ પાટલીપુત્રની નજીક પહોંચ્યા તો તેમણે વિચાર કર્યો - “જો હું રાજકુમાર ભોજને પાટલીપુત્રથી કાન્યકુબ્બે લઈ જઈશ તો એ નક્કી છે કે, તે દુષ્ટ રાજા દુંદુક રાજકુમાર ભોજની હત્યા કરાવી દેશે અને નહિ લઈ જઉં તો તે દૂર દુંદુક મારા અને મારા ધર્મસંઘથી રૂષ્ટ થઈને જિનશાસનને અનેક પ્રકારનું નુકસાન પહોંચાડશે અને આ રીતે જિનશાસન પર ભયંકર વજપાત થશે. આવી દશામાં મારી આયુષ્યના શેષ બચેલા દિવસોને અહીં જ અનશનપૂર્વક વિતાવી દેવા તમામ દૃષ્ટિકોણથી ઉચિત રહેશે.' ૧૦૦ 999999999992 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)