________________
આ રીતે વિચાર કરી બપ્પભટ્ટીએ આલોચના દ્વારા આત્મશુદ્ધિ કરીને પાટલીપુત્રથી નજીકના એક સ્થળે અનશનપૂર્વક પાદોપગમન સંથારો અંગીકાર કરી લીધો અને પંચ પરમેષ્ઠીનું શરણ ગ્રહણ કરીને તેઓ આત્મ-ધ્યાનમાં લીન થઈ ગયા. આ રીતે સમભાવે ભૂખ, તરસ આદિ તમામ પીડાઓને સહન કરતા-કરતા ૨૧ દિવસ-રાત સુધી એકાગ્ર મનથી આત્મચિંતન કરતાં કરતાં ૯૫ વરસની ઉંમરે વિ. સં. ૮૯૫ (વી. નિ. સં. ૧૩૬૫)ના શ્રાવણ શુક્લા આઠમના દિવસે મહાન પ્રભાવક આચાર્ય બપ્પભટ્ટીએ સ્વર્ગારોહણ કર્યું.
આચાર્ય બપ્પભટ્ટીના કૃપાપ્રસાદના કારણે રાજકુમાર ભોજનું પ્રાણસંકટ ટળી ગયું હતું, આથી તે જીવનભર પોતાના ઉપકારી મહાન આચાર્ય બપ્પભટ્ટીના ઉત્તરાધિકારીઓ અને ધર્મસંઘનો પરમ ભકત બની રહ્યો. બપ્પભટ્ટીના સ્વર્ગારોહણ પછી થોડા સમય બાદ રાજુકમાર ભોજ પોતાના મામાઓ સાથે કાન્યકુબ્ધ પહોંચ્યો. પિતા દુંદુકના દુરાચારનો કાયમ માટે અંત કરીને કાન્યકુબ્બના રાજસિંહાસન પર આરૂઢ થઈ પોતાનો પરંપરાગત અધિકાર પ્રાપ્ત કર્યો. તેણે બપ્પભટ્ટીના પટ્ટધર બે આચાર્યોમાંથી નગ્નસૂરિને મોઢેરામાં જ રાખ્યા અને ગોવિંદસૂરિને પોતાની રાજસભામાં રાજગુરુ બનાવીને રાખ્યા. બપ્પભટ્ટીના ઉપકારોથી ઋણમુક્ત થવાની પ્રબળ ભાવના સાથે રાજાભોજે જિનશાસનની ખૂબ સેવા કરી.
બપ્પભટ્ટસૂરિએ જીવનભર જિનશાસનની પ્રભાવનાનાં અનેક આશ્ચર્યકારી અને મહાન કાર્યો કરવાની સાથો સાથ પર (બાવન) પ્રબંધોની રચના કરી જૈન વામયની શ્રીવૃધ્ધિ અને વાગુદેવની મહાન સેવા કરી. સાંખ્યદર્શનના પોતાના સમયના ઉચ્ચ કોટિના વિદ્વાન, પરમ વૈષ્ણવ અને પ્રમુખ પ્રબંધ કવિ વાક્યપતિરાજ જેવા પરબ્રહ્મોપાસક સંન્યાસીને ન કેવળ જૈનશ્રમણોપાસક બનાવીને, પરંતુ જૈન શ્રમણધર્મની દીક્ષા આપી બપ્પભટ્ટીએ સંસારની સામે પોતાની અલૌકિક - અસાધારણ પ્રતિભાનું ઉદાહરણ આપ્યું.
આચાર્ય બપ્પભટ્ટસૂરિ મહાન પ્રભાવશાળી આચાર્ય, અસાધારણ પ્રતિભાના ધણી તથા જિનશાસનરૂપી ક્ષીરસાગરના કૌસ્તુભમણિ તુલ્ય અણમોલ રત્ન હતા. જૈન ઇતિહાસમાં તેમનું નામ અમર રહેશે. જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૩) 99999999999 ૧૦૧]