________________
આ પ્રકારના સંક્રાંતિકાળમાં જેને ધર્મની રક્ષા કરવામાં જે રાજવંશોએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી, તેમાંથી પ્રમુખ રાજવંશોના અને તેઓના દ્વારા જૈન ધર્મના ઉત્કર્ષ માટે કરેલ કાર્યોનો સંક્ષેપમાં પરિચય પ્રસ્તુત કરવામાં આવી રહ્યો છે.
(ગંગ-રાજવંશ) (ઈસાની બીજીથી અગિયારમી શતાબ્દી) ભારતના દક્ષિણ પ્રદેશમાં જૈન ધર્મના પ્રતિ શ્રદ્ધા, આસ્થા અને ઉદારતાપૂર્ણ વ્યવહાર રાખવાવાળા મધ્ય યુગના રાજવંશોમાં ગંગ-વંશનું ઘણું મહત્ત્વનું મોટું સ્થાન રહ્યું. ગંગ-વંશનો શાસનકાળ ઈ.સ. ૧૦૩ થી ૧૬૦૦ની આસપાસ સુધીનો રહ્યો. તેના શાસનકાળમાં આ રાજવંશનાં રાજાઓ, રાણીઓ, કુમારો, મંત્રીઓ તથા સેનાપતિઓ વગેરેના સહયોગથી જૈન ધર્મ દક્ષિણ ભારતમાં પ્રમુખ અને લોકપ્રિય ધર્મનાં રૂપમાં ફૂલ્યો-ફાલ્યો.
(અમરકૃતિ) - આ રાજવંશના એકવીસમા રાજા રાયમલ્લ દ્વિતીય સત્યવાક્ય(ઈ.સ. ૯૭૪ થી ૯૮૪)ના શાસનકાળમાં તેઓના મહામાત્ય ચામુંડરાયે શ્રવણબેલગોલા (સુવર્ણ વેબગુલ) કર્ણાટકમાં વિંધ્યગિરિ નામની પહાડી પર, તે પહાડીના શિખર પર ઉપલબ્ધ એક અખંડ શિલાખંડને કાપીને, કોતરીને તેમજ ઘડીને ભગવાન બાહુબલિની પ૬ ફૂટ ઊંચી મૂર્તિનું નિર્માણ ઈ.સ. ૯૮૦માં કરાવડાવ્યું. પગથી માથા સુધી એક જ શિલાખંડથી બનાવેલ બાહુબલિ(ગોમ્પટેશ્વર)ની આ અત્યંત ભવ્ય અને વિશાળ મૂર્તિ સંસારનું એક આશ્ચર્ય માનવામાં આવે છે.
ચામુંડરાયે વિંધ્યગિરિ પહાડીની પાર્થસ્થ, ચંદ્રગિરિ નામની પહાડી પર ભગવાન નેમિનાથના એક ભવ્ય મંદિરનું ઈસાની દશમી શતાબ્દીમાં નિર્માણ કરાવડાવ્યું. ગંગ-રાજવંશના પ્રારંભથી લઈને અંત સુધી મોટા ભાગે બધા રાજા જૈન ધર્મ પ્રતિ પૂરા નિષ્ઠાવાન રહ્યા. આ રાજવંશના શાસકોએ અનેક જૈનમંદિરો, જૈન મૂર્તિઓ અને જૈન સાધુઓના નિવાસ તેમજ સાધના માટે અનેક ગુફાઓ વગેરેનું નિર્માણ કરાવ્યું. ( ૬૨ @૬૩૩૬૩૬૩૩૬૩૩૩૬૬9) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ: (ભાગ-૩)