________________
| કેટલાક મુખ્ય સહયોગી રાજવંશ ચૈત્યવાસી, ભટ્ટારક અને યાપનીય વગેરે જૈનસંઘોના પ્રચાર-પ્રસાર અને સંવર્ધનમાં હોસલ (પોસલ), કદંબ, ગંગ અને રાષ્ટ્રકૂટ-રાજવંશોનું ઉલ્લેખનીય યોગદાન રહ્યું. જે સમયે પૂર્વથી લઈને પશ્ચિમ ને હિમાલયથી પરવર્તી “સુદૂર ઉત્તરવર્તી સીમાઓથી લઈને દક્ષિણ સાગરતટ અને દક્ષિણ સાગરવર્તી દ્વીપો સુધી પ્રસૃત જૈનસંઘ પર ચારે તરફથી અને મુખ્યતઃ દક્ષિણાપથથી વિનાશકારી ઘોર સંકટના વાદળો ઘેરાઈ ગયાં હતાં, તે સમયે દ્રવ્ય પરંપરાના તે આચાર્યોએ વિભિન્ન ક્ષેત્રોમાં સત્તારૂઢ રાજવંશોનો આશ્રય મેળવીને, તેઓની સહાયતાથી જૈનસંઘની રક્ષા કરવામાં જે ઉલ્લેખનીય કાર્ય કર્યા, તે સદા-સદાને માટે જેનઇતિહાસનાં પૃષ્ઠો પર સ્વર્ણ અક્ષરોમાં અંકિત રહેશે.
વી. નિ. સં. ૧૦૦૦ના ઉત્તવર્તી કાળમાં સમયે-સમયે સાતવાહન, ચોલ, ચેર, પાંડ્ય, કદંબ, ગંગા, ચાલુક્ય, રાષ્ટ્રકૂટ, રટ્ટ, શિલાહાર, પોસલ વગેરે રાજવંશોએ જૈન ધર્મને આશ્રય-પ્રશ્રય આપીને તેના અભ્યદય તેમજ ઉત્કર્ષનાં કાર્યોમાં ઉલ્લેખનીય યોગદાન આપ્યું.
સુંદર પાંચના શાસનકાળમાં સમસ્ત દક્ષિણાપથમાં અને વિશેષ કરીને તમિલનાડુમાં, જૈન-ધર્માવલંબીઓની ગણના પ્રબળ બહુસંખ્યકના રૂપમાં કરવામાં આવતી હતી. મદુરેમાં જ્ઞાનસંબંધર સાથે પ્રતિસ્પર્ધામાં જૈનશ્રમણોના પરાજિત થઈ જવાથી સુંદર પાંચ જૈન ધર્મનો પરિત્યાગ કરી શૈવ બની ગયો અને સ્પર્ધાની શરત અનુસાર પરાજિત ૫૦૦૦ જૈનશ્રમણોને ફાંસીના માંચડા પર લટકાવી દીધા. - પાંચ-રાજવંશ દ્વારા જૈન ધર્મના સ્થાન પર શૈવધર્મ સ્વીકાર્યા બાદ ચોલ-રાજવંશે પણ શૈવધર્મ અંગીકાર કરીને જૈન ધર્માનુયાયીઓ પર અત્યાચાર કરવાનો પ્રારંભ કરી દીધો. તેના પછી બસવા, એકાદંત, રમૈયા અને રામાનુજાચાર્ય દ્વારા દક્ષિણમાં ક્રમશઃ શૈવ અને વૈષ્ણવ (રામાનુજ) સંપ્રદાયના પ્રચાર અને શેવો દ્વારા જૈનો પર કરેલ લૂંટ-ફાટ, હત્યા અને બળથી ધર્મ-પરિવર્તનના ફળ સ્વરૂપ, જે આંધ્રપ્રદેશ શતાબ્દીઓથી જૈનોનું મુખ્ય ગઢ હતું, ત્યાંથી જૈનોનું અસ્તિત્વ મટી ગયું. તમિલનાડુમાં પણ શતાબ્દીઓથી બહુસંખ્યકના રૂપમાં માનવામાં આવતા જૈનધર્માવલંબી અતિ અલ્પ અથવા નગણ્ય સંખ્યામાં જ અવશિષ્ટ રહી ગયા. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 96969696969696969696963 ૬૧ |