________________
ગંગ-વંશના પૂર્વપુરુષ
ગંગ-રાજવંશના મૂળપુરુષ બંધુદ્ધય ડિગ તેમજ માધવ હતા. ગંગવંશની સ્થાપના સમયે તેઓના ગુરુ-આચાર્ય સિંહનંદીએ આ રાજવંશના મૂળપુરુષ દડિંગ અને માધવને નીચે લખેલ સાત પ્રતિજ્ઞાઓ કરાવડાવીઃ ૧. જૈન ધર્મની શિક્ષાઓને પોતાના જીવનમાં ઢાળવી.
૨. સ્ત્રીઓનું સન્માન કરવું, વૈવાહિક મર્યાદાઓનું પાલન કરવું. ૩. મદ્ય (દારૂ) અને માંસનું સેવન કરવું નહિ.
૪. કુટિલ, ક્રૂર તેમજ દુષ્ટ લોકો સાથે સંબંધ સ્થાપિત કરવો નહિ. ૫. અભાવગ્રસ્ત અભ્યર્થીઓની આવશ્યકતા પૂરી કરવી. ૬. રણાંગણમાં પીઠ દેખાડીને રણાંગણમાંથી પલાયન નહિ થવું. ૭. ઉપર્યુક્ત પ્રતિજ્ઞાઓનું નિષ્ઠાથી પાલન કરવું.
આ નિયમોનું પેઢી દર પેઢી પાલન કરવાની દશામાં તમારો રાજવંશ અને તમારું રાજ્ય બંને અખંડ (અક્ષુણ્ણ) રહેશે.
આ સાત શિક્ષાઓને ગંગ-વંશના રાજાઓએ ગુરુમંત્ર સમાન ગાંઠે બાંધીને અંતર્મનથી ગ્રહણ કરી તેને પોતાના જીવનમાં ઉતારી લીધા.
આચાર્ય સિંહનંદીની શિખામણોને શિરોધાર્ય કરીને ગંગ-રાજવંશના રાજાઓએ જે પ્રકારે શૌર્યનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું, તે જ પ્રકારે તેઓની આધ્યાત્મિક શિક્ષાઓના પરિપાલનમાં સદા અગ્રણી રહ્યા. મહારાજા નીતિમાર્ગ અને મારસિંહ તૃતીયએ તો સંથારા સંલેખના ગ્રહણ કરીને પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરતા કરતા નશ્વર દેહનો ત્યાગ કર્યો. આ તથ્યોથી વિદિત થાય છે કે - ફક્ત વિષ્ણુગોપને છોડીને શેષ બધા જ રાજાઓએ આચાર્ય સિંહનંદીની શિક્ષાઓનું સમુચિત પાલન કર્યું હતું.'
કોઈ રાજા દ્વારા દિગ્વિજય માટે કરવામાં આવેલ સૈનિક અભિયાનમાં જૈનમુનિ, વિજય અભિયાનમાં તે રાજાની સાથે-સાથે ગયા હોય, આ પ્રકારનું ઉદાહરણ ભ. મહાવીરની મૂળ શ્રમણ પરંપરાના ઇતિહાસમાં શોધવા છતાં મળતું નથી. પરંતુ શિલાલેખ સંખ્યા ૨૭૭માં ઉલ્લેખ છે કે - ડિગ અને માધવે કોંકણ વિજય માટે જે અભિયાન કર્યો હતો, તેમાં આચાર્ય સિંહનંદી સાથે ગયા હતા.'
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
93