________________
જીતકલ્પ ચૂર્ણિના આઘમંગળમાં એના રચનાકાર આચાર્ય સિદ્ધસેન વડે કરવામાં આવેલી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણની શગાથાત્મક સ્તુતિથી એ વિદિત થાય છે કે - “જિનભદ્રગણિ પોતાના સમયના અપ્રતિમ શ્રેષ્ઠ વિદ્વાન, મુનિસમૂહ દ્વારા સેવિત, આગમોના તલસ્પર્શી જ્ઞાતા અને વ્યાખ્યાતા, બહુશ્રુત અને સ્વ-પર સિદ્ધાંતોના પારગામી આદર્શ ક્ષમાશ્રમણ હતા.
જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે જીતકલ્પ, સભાષ્ય વિશેષવતી, બૃહતું ક્ષેત્ર સમાસ, ધ્યાન શતક, બૃહત્ સંગ્રહણી અને વી. નિ. સં. ૧૦૭૬ના ચૈત્ર શુક્લ-૧૫, બુધવારના દિવસે વલ્લભીમાં મહારાજ શીલાદિત્ય(પ્રથમ)ના રાજ્યકાળમાં ‘વિશેષાવશ્યક ભાષ્યની રચના કરી. જૈન સિદ્ધાંતોથી સંબંધિત એવો કોઈ વિષય બાકી રહ્યો નથી, જેના પર વિશેષાવશ્યક ભાષ્યમાં તેમના દ્વારા પ્રકાશ પાડવામાં ન આવ્યો હોય. એમણે “અનુયોગ ચૂર્ણિ'ની રચના પણ કરી.
ચૂર્ણિ સાહિત્યના નિર્માણનો પ્રારંભ પણ જિનભદ્રગણિથી જ થયો. વર્તમાનમાં ઉપલબ્ધ ચૂર્ણિ-સાહિત્યમાં જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વડે રચિત અનુયોગ ચૂણિની ગણના સૌથી પહેલી ચૂર્ણિના રૂપમાં કરવામાં આવે છે.
દેવર્ધિગણિ ક્ષમાશ્રમણથી ઉત્તરવર્તી આચાર્યોમાં જિનભદ્રગુણિને આગમોના પ્રબળ પક્ષધર માનવામાં આવે છે. તેમણે પોતાની રચનાઓમાં આગમને સર્વોપરી માનીને આગમના આધાર પર દર્શનને પ્રતિષ્ઠાપિત કર્યો છે, નહિ કે દર્શનના આધાર પર આગમને. - જિનભદ્રગણિએ અનુયોગ ચૂર્ણિ, વિશેષાવશ્યક ભાષ્ય અને વિશેષાવશ્યક ભાષ્યની ટીકાની રચના કરીને જિનશાસનની ખૂબ મહત્ત્વની સેવા કરી છે. એમણે ૯૦ વર્ષના પોતાના સાધનાકાળમાં વિપુલ સાહિત્યનું સર્જન કરીને જિનશાસનની ઉલ્લેખનીય સેવા કરી. ૧૦૦ વર્ષથી પણ વધુ અવસ્થા થઈ જવા છતાં તેઓ સાહિત્યસર્જનમાં લીન રહેતા. એમણે પોતાના જીવનનાં અંતિમ વર્ષોમાં વિશેષાવશ્યક ભાષ્ય સ્વપજ્ઞ વૃત્તિ'ની રચનાનો પ્રારંભ કર્યો. આ વૃત્તિની ષષ્ઠગણધરવાદ સુધી જ રચના કરી શક્યા હતા, ને તેઓ સ્વર્ગસ્થ થઈ ગયા. એમના વડે પ્રારંભ કરેલા એ કાર્યને કોસ્યાચાર્યે સંપન્ન કર્યું. ૧૦૨ 9696969696969696969696) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)