________________
કર્ણાટકના મન્ન નામના ગામથી શાનભોગ નરહરિયપ્પ નામના એક વ્યકિતની પાસે ઉપલબ્ધ શક સં. ૭૨૪ના તામ્રપત્રમાં પણ વત્સરાજનો ધ્રુવથી પરાજય અને માલવા છોડીને મરુધર પ્રદેશ તરફ જતાં રહેવાનો ઉલ્લેખ છે. માલવામાં પોતાના પરાજય બાદ વત્સરાજ પોતાના જીવનના અંતિમ સમય સુધી જાલોરમાં જ રહ્યો. જૈનસંઘ સાથે વત્સરાજના ખૂબ મધુર સંબંધ હતા.
(શાકટાયન (પાલ્યકીર્તિ)) યાપનીય પરંપરાના મહાન ગ્રંથકાર આચાર્ય શાકટાયન(અપરનામ પાલ્યકીર્તિ)ની ભારતના આઠ શાબ્દિકો અર્થાતુ વૈયાકરણોમાં પાંચમાં અને પાણિનિ તથા અમરસિંહ કરતાં પણ અગ્રસ્થાને (પૂર્વસ્થાને) ગણના કરવામાં આવી છે. શાકટાયન દ્વારા રચિત નિમ્નલિખિત ગ્રંથ ઉપલબ્ધ થાય છે :
(૧) શબ્દાનુશાસન, (૨) શબ્દાનુશાસનની સ્વોપજ્ઞ અમોઘવૃતિ, (૩) સ્ત્રીમુક્તિ પ્રકરણ અને (૪) કેવલી ભક્તિ પ્રકરણ.
આચાર્ય શાકટાયનનું “શબ્દાનુશાસન' પૂર્વકાળમાં અનેક સદીઓ સુધી સંપૂર્ણ ભારતમાં લોકપ્રિય વ્યાકરણ રહ્યું છે.
પાલ્યકીર્તિના “શબ્દાનુશાસન” પર “સ્વોપજ્ઞ અમોઘવૃતિ' (રચનાકાળ શક સં. ૭૭૨)ના અતિરિક્ત ૬ અન્ય ટીકાઓ મળે છે - (૧) શાકટાયન ન્યાસ, (૨) ચિંતામણિ લધીયસી ટીકા, (૩) મણિ પ્રકાશિકા, (૪) પ્રક્રિયા સંગ્રહ (૫) શાકટાયન ટીકા અને (૬) રુપસિદ્ધિ (તમિલના દસમી સદીના જૈન વૈયાકરણ અમિતસાગરના શિષ્ય દયાપાલ મુનિ દ્વારા રચિત.)
પોતાના પ્રખરજ્ઞાનના કારણે પાલ્યકીર્તિની ખ્યાતિ દૂર-દૂર સુધી ફેલાઈ ગઈ હતી. ભારતના સુદૂરસ્થ પ્રદેશોમાં, ખાસ કરીને સંપૂર્ણ દક્ષિણમાં પાલ્યકીર્તિની “સકલ જ્ઞાન સામ્રાજ્ય સમ્રાટ'ના રૂપે અને સંપૂર્ણ ભારતમાં મહાન વૈયાકરણના રૂપે પ્રસિદ્ધિ થઈ ગઈ હતી.
(જેન ગ્રંથકાર મહારાજા અમોઘવર્ષ (નૃપતંગ)) રાષ્ટ્રકૂટવંશીય મહારાજાધિરાજ અમોઘવર્ષ પ્રથમે (અપરનામ નૃપતંગ) વી. નિ. સં. ૧૩૭૫ની આસપાસ “કવિરાજ માર્થાલંકાર'ની અને ૧૪૦૦ની આસપાસ “રત્નમાલિકા'ની રચના કરી. ૧૯૨ [96969696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)