________________
શતાબ્દીના અંતિમ ચરણમાં મારવાડ, મેવાડ વગેરે અનેક પ્રદેશોમાં ચૈત્યવાસીઓનું જૈનસમાજ પર પૂર્ણ પ્રભુત્વ અને એકાધિપત્ય હતું.
અણહિલપુર-પાટણમાં ચૈત્યવાસીઓને પરાજિત કર્યા પછી જિનેશ્વરસૂરિએ ગુજરાત પ્રદેશમાં નિર્બાધ રૂપથી સતત વિહાર કરી ચૈત્યવાસી પરંપરાના અનુયાયીઓને વસતિવાસી પરંપરાના અનુયાયી બનાવ્યા. જિનેશ્વરસૂરિના સ્વર્ગવાસ પછી એમના પટ્ટધર શિષ્ય અભયદેવસૂરિએ પણ વસતિવાસનો પ્રચાર-પ્રસાર કરી ચૈત્યવાસી પરંપરાના ગઢોમાં ગાબડાં પાડવામાં ઉલ્લેખનીય ભૂમિકાનું નિર્વહન કર્યું. અભયદેવસૂરિના સ્વર્ગસ્થ થવાના પશ્ચાત્ એમના શિષ્ય જિનવલ્લભસૂરિ જીવનપર્યંત ચૈત્યવાસી પરંપરાની શક્તિ ક્ષીણ કરવા અને વસતિવાસી પરંપરાની અભ્યન્નતિ માટે પ્રયત્ન કરતા રહ્યા. એમણે ચૈત્યવાસી પરંપરાની અશાસ્ત્રીય માન્યતાઓ પર મર્માન્તકારી પ્રહાર કરવાવાળા ‘સંઘ પટ્ટક' નામક ગ્રંથની રચના કરી. આચાર્ય જિનવલ્લભસૂરિના સ્વર્ગસ્થ થયા પછી એમના ઉત્તરાધિકારી દાદા જિનદત્તસૂરિએ પણ ચૈત્યવાસી પરંપરાની શક્તિને ક્ષીણ કરવા અને વસતિવાસી પરંપરાની શક્તિનો વ્યાપ વધારવાનો જીવનપર્યંત અથાગ પ્રયાસ કર્યો. એમણે અનેક ક્ષત્રિય પરિવારોને સામૂહિક રૂપથી જૈન-ધર્માવલંબી બનાવ્યા.
જિનદત્તસૂરિના સ્વર્ગસ્થ થયા પછી એમના ઉત્તરાધિકારી જિનપતિસૂરિએ પણ ચૈત્યવાસીઓના વિરુદ્ધ અભિયાનને આગળ વધાર્યું. તે જીવનભર ચૈત્યવાસી પરંપરાના ઉન્મૂલન માટે પ્રયત્નશીલ રહ્યા. જિનપતિસૂરિએ ભારતના સુદૂરસ્થળોનો અપ્રતિહત વિહાર કરી ચૈત્યવાસી પરંપરાને પાંગળી કરી દીધી. જિનપતિસૂરિના ઉત્તરાધિકારી જિનેશ્વરસૂરિએ પણ જીવનભર ચૈત્યવાસી પરંપરાઓ સાથે સંઘર્ષ કરીને એમની જડોને ઝંઝોળી. એમણે ચૈત્યવાસીઓના ચૈત્યોને અનાયતન બતાવ્યું અને અનેક ક્ષેત્રોમાં ચૈત્યવાસીઓનો પરાભવ કર્યો.
આ પ્રકારે દુર્લભરાજની સભામાં ચૈત્યવાસીઓના પરાજય પછી ચૈત્યવાસી પરંપરાનો પ્રભાવ ઉત્તરોત્તર ક્ષીણથી ક્ષીણતર થવા લાગ્યો. દરમિયાન ગુજરાતમાં મુનિચંદ્રસૂરિના પ્રયાસોથી ચૈત્યવાસી પરંપરાનો પરાભવ થયો અને પૂનમિયા-ગચ્છ, આંચલિક-ગચ્છ ને જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) 99338 ૩૦