________________
યાપનીયસંઘના આ પ્રચારનો દક્ષિણમાં એવો અચિત્ય-અભુત પ્રભાવ પડ્યો કે થોડા જ સમયમાં જૈન ધર્મનો તે સંઘ ઘણો જ લોકપ્રિય અને શક્તિશાળી સંગઠન બની ગયો. “સ્ત્રીઓ એ જ ભવમાં મોક્ષ નથી પ્રાપ્ત કરી શકતી' - દિગંબર પરંપરાના આચાર્યો દ્વારા કરવામાં આવેલ આ પ્રચારથી મહિલાવર્ગમાં જે એક પ્રકારની નિરાશા ઘર કરી ગયેલ હતી, તે યાપનીયસંઘના “સ્ત્રીઓ એ જ ભવમાં મોક્ષ પ્રાપ્ત કરી શકે છે, આ પ્રચારથી પૂર્ણરૂપે સંતુષ્ટ થઈ ગઈ. નારીવર્ગમાં એક આશાના કિરણનો અભ્યદય થયો. તે પૂરા ઉત્સાહની સાથે યાપનીય આચાર્યો તેમજ શ્રમણ-શ્રમણીઓનાં માર્ગદર્શનમાં ધર્માચરણ, ધાર્મિક આયોજન, ધર્મના ઉત્કર્ષ માટે આવશ્યક ચૈત્યનિર્માણ, વસતિનિર્માણ, તીર્થોદ્ધાર, મંદિરોનાં જીર્ણોદ્ધાર વગેરે કાર્યોમાં તન, મન, ધનથી સક્રિય સહયોગ આપવા લાગી.
યાપનીયસંઘે પોતાના ધર્મસંઘના અભિન્ન અંગ સાધ્વીસમૂહના સંચાલનના સર્વોચ્ચ અધિકાર વિદુષી તેમજ મહતી પ્રભાવિકા સાધ્વીઓને પ્રદાન કરીને સાધુસંઘના આચાર્યોના સમાન જ દરજ્જો સાધ્વીસંઘની આચાર્યાના પદ પર અધિષ્ઠિત કર્યા. વસ્તુતઃ આ એક ખૂબ જ ક્રાંતિકારી અને અભૂતપૂર્વ પગલું હતું, જે યાપનીયસંઘે ઉઠાવ્યું હતું.
યાપનીયસંઘના કર્ણધારો દ્વારા લેવામાં આવેલા આ સમયોચિત નિર્ણયના ફળ સ્વરૂપ દક્ષિણના નારીસમાજમાં નવજીવનનો સંચાર થઈ ગયો. આનાથી નારીસમાજમાં ધાર્મિક કાર્યોમાં સહભાગી થવાની તથા સર્વગુણસંપન્ન બનવાની અદમ્ય લહેર તરંગિત થઈ ઊઠી. સમગ્ર દક્ષિણ ભારતમાં સાધુઓના સમાન સાધ્વીસંઘના પણ આવાસ, મઠ, મંદિર, ચૈત્યાલય, વસતિ, ગિરિ-ગુફા, તીર્થસ્થળ વગેરે બની ગયાં. રાજરાણીઓ, અમાત્યપત્નીઓ, અધિકારીઓની અર્ધાગિનીઓ, શ્રેષ્ઠી પત્નીઓ અને બધા વર્ગોની મહિલાઓએ વ્રત, નિયમ, ધર્માચરણ, તપશ્ચરણની સાથે-સાથે ભૂમિદાન, દ્રવ્યદાન, આહારદાન, ભવનદાન વગેરે લોકકલ્યાણ-કારી કાર્યોમાં ઘણી ઉદારતાપૂર્વક અભિરુચિ લઈને જૈન ધર્મની મહત્ત્વની પ્રભાવના કરી. આટલું જ નહિ, ઘણી મોટી સંખ્યામાં મહિલાઓએ સંસારને દુઃખનો સાગર સમજીને જન્મ, જરા, મૃત્યુનાં દારુણ દુઃખોથી સદાય માટે છુટકારો પામવા માટે શ્રમણીધર્મની દીક્ષા પણ ગ્રહણ કરી. સાધુ-સાધ્વીઓ, વિરક્તો અને ગૃહસ્થ-કિશોરોને સૈદ્ધાંતિક જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ : (ભાગ-૩) 99999999999. પ૩ ]