________________
બળ આપતા દિગંબર પરંપરાના કતિપય આચાર્યોએ અહીં સુધી કહેવાનું અને પ્રચાર કરવાનો પ્રારંભ કરી દીધો કે - સ્ત્રીઓને શ્રમણધર્મની દીક્ષા ન આપવામાં આવે.
કેટલાક ઉત્તરવર્તી આચાર્યો દ્વારા કરવામાં આવેલ કેટલાક પ્રકારના પ્રચારથી એ સ્વાભાવિક જ હતું કે, નારીવર્ગના માનસમાં નિરાશા ઉત્પન્ન થશે. મહિલાઓની આ પ્રકારની મનોદશાના કારણે - જૈન ધર્મસંઘને કયા પ્રકારની ક્ષતિ થઈ શકે છે, આ રહસ્યને યાપનીયસંઘે ઓળખ્યું. આની સાથે જ યાપનીય આચાર્યોએ આ વાસ્તવિક તથ્યને પણ સારી રીતે સમજી લીધું કે સ્ત્રીઓને અધ્યાત્મના રસ્તા પર, ધર્મપથ પર અગ્રેસર થવા માટે જેટલી વધારે પ્રોત્સાહિત કરવામાં આવે તેટલો જ અધિક ધર્મસંઘ શક્તિશાળી, સુદઢ અને ચિરસ્થાયી બનશે. તેઓની આ દઢ માન્યતા બની ગઈ હતી કે સ્ત્રીઓ ધર્મસંઘની આધારશિલા તથા ધર્મની જડોને મજબૂત કરવા માટે અને ધાર્મિક વિચારોના પ્રચારપ્રસાર કરવામાં પુરુષવર્ગની અપેક્ષાએ અધિક સહાયક સિદ્ધ થઈ શકે છે. આને સાચા સ્વરૂપમાં સમજીને યાપનીયસંઘના આચાર્યોએ શ્વેતાંબર પરંપરા દ્વારા માન્ય સિદ્ધાંત “સ્ત્રીણાં ભવે મોક્ષ'ના પ્રચારનો પ્રારંભ કર્યો. આ સિદ્ધાંત પર જોર આપતા ગ્રામ-ગ્રામ અને નગરનગરમાં આયોજિત ધર્મસભાઓમાં પોતાના ઉપદેશમાં કહેતા હતા કે - “સ્ત્રી કોઈ અજીવ નથી; ન તે અભવ્ય છે અને ન દર્શન-વિરોધિની છે. સ્ત્રી માનવયોનિથી ભિન્ન કોઈ અન્ય યોનિની નથી. વસ્તુતઃ તે માનવજાતિનું જ અભિન્ન અંગ માનવ છે. નારી ઉપશાંત મોહવાળી ન હોય એવી વાત પણ નથી; તે શુદ્ધ આચારવાળી ન હોય એવી વાત પણ નથી. ન સ્ત્રી અશુદ્ધ બોધીવાળી છે અને ન તે અનુપ્રેક્ષાવિહીન છે. નારી અપૂર્વકરણની વિરોધિની પણ નથી અને ન તે નવગુણસ્થાનેથી રહિત છે. આ પ્રકારે સ્ત્રી મોક્ષ પ્રાપ્ત કરવા માટે પણ અયોગ્ય - અક્ષમ નથી અને ન તે અકલ્યાણની ભાજન પણ છે. મુક્તિ માટેની પરમાવશ્યક આ બધી યોગ્યતાઓથી સંપન્ન હોવા છતાં પણ સ્ત્રી ઉત્તમ ધર્મની સાધિકા તથા મુક્તિની અધિકારિણી કેમ ન થઈ શકે ? થઈ શકે છે અને સુનિશ્ચિત રૂપથી સ્ત્રીઓ પણ પુરુષોની સમાન જ તે જ ભવમાં મોક્ષ મેળવી શકે છે.' પર છ96969696969696969690 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)