________________
આપ્યો કે - તેને અને તેના ઉત્તરાધિકારીઓને અંત સમયમાં કુષ્ઠ રોગ (રકતપિત્ત) થશે.” આ પ્રમાણે મૂળરાજે સૌરાષ્ટ્ર અને કચ્છ આ બંને રાજ્યો પર અધિકાર કરીને પાટણ રાજ્યના પુરાતન પ્રભુત્વની પુનઃ સંસ્થાપના કરી.
મૂળરાજના શાસનકાળમાં ગુજરાતની સર્વતોભુખી પ્રગતિ થઈ. તેણે ખેતીથી સંબંધિત વેરાઓમાં ઉલ્લેખનીય કમી કરીને ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો કર્યો. મૂળરાજ નિષ્ઠાવાન શિવોપાસક (શિવનો ઉપાસકો હતો તથા બધા ધર્માવલંબીઓ પ્રત્યે સમભાવ અને સમાન આદર રાખતો હતો. તેણે અણહિલપુર-પાટણમાં મૂળસજવસહિ(ધરમશાળા)નું નિર્માણ કરાવીને જૈન ધર્માવલંબીઓ પ્રત્યે મધુર વ્યવહાર પ્રદર્શિત કર્યો. મૂળરાજની રાજસભામાં સોમેશ્વર જેવા પોતાના સમયના અપ્રતિમ કવિ હતા. આનાથી સાહિત્ય અને સંસ્કૃતિ પ્રત્યે તેના પ્રગાઢ પ્રેમનો પરિચય પ્રાપ્ત થાય છે.
મૂળરાજે પોતાના શાસનકાળમાં સોલંકી રાજ્યને એક સુદૃઢ શક્તિશાળી રાજ્યનું સ્વરૂપ પ્રદાન કર્યું. જેનાથી પેઢીઓ સુધી તેના ઉત્તરાધિકારીઓને કોઈ પણ પ્રકારની મોટી મુશ્કેલીનો અનુભવ ન થયો. તેઓ સમય-સમય પર વિદેશી આક્રમણખોરોથી આર્યધરા, ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કરવામાં સક્ષમ રહ્યા. મૂળરાજ દ્વારા સંસ્થાપિત સોલંકી (ચાલુક્ય) રાજવંશના ભીમ, દુર્લભરાજ, કુમારપાળ વગેરે રાજાઓએ જૈન ધર્મની અમ્યુન્નતિ, અભિવૃદ્ધિમાં જે ઉલ્લેખનીય યોગદાન આપ્યું, તે જૈન ઇતિહાસમાં સદા સર્વદા માટે સન્માન સાથે સ્મરણીય રહેશે.
મૂળરાજે પોતાના પુત્ર ચામુંડરાજને યુવરાજપદ પ્રદાન કર્યું અને પોતાના માર્ગદર્શનમાં પ્રશાસનિક કાર્યોમાં કુશળ બનાવ્યો. આખરે મૂળરાજ, ચામુંડરાજનો રાજ્યાભિષેક કરીને પોતે રાજકાર્યોથી પૂર્ણ રૂપે નિવૃત્ત થઈ ગયો.
અંતમાં પોતાના પગના અંગૂઠામાં કુષ્ઠરોગના લક્ષણ જોઈને મૂળરાજને સંસારથી વિરક્તિ થઈ ગઈ. તેણે ભાવ-સંન્યાસ ગ્રહણ કરીને અન્નજળનો ત્યાગ કરી ઇંગતમરણનું વરણ કર્યું. આ પ્રમાણે વિશાળ અણહિલપુર-પાટણ સામ્રાજ્યની સંસ્થાપક મહારાજાધિરાજ મૂળરાજ સોલંકી પ૫ વર્ષના પોતાના સુદીર્ઘકાલીન શાસનમાં ગુજરાતને બધી રીતે સમૃદ્ધ અને શક્તિશાળી બનાવ્યા બાદ વિ. સં. ૧૦૫૩માં પરલોકવાસી થયો. ૨૬૮ 969696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩)