________________
લેવડ-દેવડ અને ખેત-પેદાશ પર એક ધર્માદા કર નક્કી કર્યો. વિદગ્ધરાજ દ્વારા પોતાના વજન બરાબર સોનાનું તુલાદાન આપવાનો પણ ઉલ્લેખ જોવા મળે છે. વિદગ્ધરાજનો શાસનકાળ વિક્રમની દશમી સદીનો ઉત્તરાર્ધ ધારવામાં આવે છે.
વિદગ્ધરાજ પછી તેનો પુત્ર મમ્મટરાજ હશૂંડીનો રાજા થયો. તેણે એક દાનશાસન લખીને પોતાના પિતા વિદગ્ધરાજના દાનશાસનનું અનુમોદન કરીને ખેત-ઉત્પાદનની આપ-લેના વેપાર ઉપર પણ ધર્માદા કર લગાવીને તેનાથી આદિનાથ મંદિરનાં બધાં ધાર્મિક કાર્યોને વધુ સારી રીતે ચલાવતા રાખવા માટેની વ્યવસ્થા કરી.
સામાજિક દૃષ્ટિથી હચૂંડીનું ખૂબ મોટું મહત્ત્વ છે, કેમકે ઓસવાલ જાતિના ઝામડ - ગોત્રની ઉત્પત્તિ હથંડીથી જ થઈ. આચાર્ય સર્વદેવસૂરિના ઉપદેશોથી પ્રભાવિત થઈ વિ. સં. ૯૮૮માં રાવ જગમાલે પોતાનાં કુટુંબીજનો સાથે અહિંસામૂલક જૈન ધર્મ અંગીકાર કર્યો. તે બધાનો સમાવેશ ઓસવાલ જાતિમાં કરીને ઝામડ-ગોત્ર રાખવામાં આવ્યું.
મમ્મટ પછી તેનો પુત્ર ધવલરાજ હથૂડીના સિંહાસન પર બેઠો. ધવલરાજ ખૂબ જ, શક્તિશાળી અને શરણાગત-પ્રતિપાલ રાજા હતો. તેના શાસનકાળમાં માલવરાજે આહડ પર આક્રમણ કરીને તેને નષ્ટ કરી દીધું. તે સમયે ધવલરાજે મેવાડના મહારાજા શાલિવાહન, સંભવતઃ ખુમાણ ચતુર્થને પોતાના રાજ્યમાં શરણ આપી. તેણે ચૌહાણ મહેન્દ્રની ખૂબ મદદ કરી અને ગુજરાતના શક્તિશાળી રાજા મૂળરાજના આતંકથી આતંકિત વઢવાણના રાજા ધરણીવરાહને પણ શરણ આપી. તેણે પોતાના દાદા વિદગ્ધરાજ દ્વારા નિર્માપિત ભગવાન આદિનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને વિ. સં. ૧૦૫૩ની માઘ શુક્લા - તેરસના દિવસે ભગવાન આદિનાથની નવી ભવ્ય મૂર્તિની પ્રતિષ્ઠા શાંતિસૂરિ પાસેથી કરાવી.
卐
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) ૭
૩૭ ૨૦૯