________________
લોકાશાહ દ્વારા થયેલી ધર્મક્રાંતિથી પ્રેરણા લઈને ભગવાન મહાવીરના ધર્મસંઘના અનેક ગચ્છોના આચાર્યો અને શ્રમણ-શ્રમણી સમૂહોએ પોતપોતાના ધર્મસંઘમાં એક હજાર વર્ષથી ઘર કરેલા શિથિલાચાર વિરુદ્ધ એક વ્યાપક અભિયાનનો પ્રારંભ કર્યો. એ અર્થમાં ભલે કોઈ માને અથવા ન માને, પ્રત્યેક જૈન-ધર્માવલંબી લોંકાશાહ પ્રત્યે કૃતજ્ઞ છે.
આ ધર્મક્રાંતિનો શ્રેય લોંકાશાહને આપવામાં આવે છે, પરંતુ એમણે કોઈ નવી વાત નથી કહી. લોકાશાહે તો કેવળ એનાં તથ્યો તરફ સમાજનું ધ્યાન આકર્ષિત કરાવ્યું, જે “આચારાંગ' વગેરે આગમો, મહાનિશીથ વગેરે ગ્રંથો, દર્શનસાર, પટ્ટાવલીઓ, સંઘાદેશ વગેરેમાં ઘણા પહેલેથી જ વિદ્યમાન છે.
પ્રસ્તુત ગ્રંથમાં આગમો, પ્રાચીન તાડપત્રો-તામ્રપત્રો, ગ્રંથો, પુરાતાત્વિક અભિલેખો-અવશેષો, ઇતિહાસવિદો તથા વિદ્વાન આચાર્યો વડે સમયસમય પર પ્રગટ કરેલાં તથ્યોના આધાર પર જૈન ધર્મના વિશુદ્ધ સ્વરૂપ, એની આધ્યાત્મિક આરાધના-ઉપાસના વિષયક મૂળ માન્યતાઓ પર પ્રકાશ પાડતા અંતિમ પૂર્વધર આચાર્ય દેવર્ધિગણિ ક્ષમાશ્રમણથી ઉત્તરવર્તી ઇતિહાસને અંધકારથી પ્રકાશમાં લાવવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે. - વીર નિર્વાણની અગિયારમી શતાબ્દીમાં પ્રારંભિક ચરણથી વિર નિવણની એકવીસમી શતાબ્દી સુધી જૈનસંઘ પર છવાઈ રહેલી ચૈત્યવાસી વગેરે અનેક દ્રવ્ય પરંપરાઓના વર્ચસ્વના પરિણામ સ્વરૂપ બાહ્યાડંબરપૂર્ણ માન્યતાઓના ધુમ્મસમાં જૈન ધર્મનું જે મૂળ વિશુદ્ધ સ્વરૂપ ધૂમિલ થઈ ચૂકેલું હતું, એને ધર્ણોદ્ધારક લોંકાશાહ વગેરેએ જે રીતે ઉજાગર કર્યું, તેનું વિવરણ નિશ્ચિત જ બધાંને “નવ આલોક પ્રદાન કરશે.
માત્ર તથ્યને પ્રકાશમાં લાવવાના ઉદ્દેશથી જ એક અવધિમાં વિભિન્ન તિમિરાચ્છન્ન જૈન ઇતિહાસને અંધારામાંથી અજવાળા તરફ લાવવાનો આ પ્રયાસ કરવામાં આવ્યો છે. વાસ્તવમાં આ પ્રયાસ જિનવાણીના માધ્યમથી જિનવાણીને જ પ્રકાશમાં લાવવાનો પ્રયાસ માત્ર છે.
- ગજસિંહ રાઠોડ
પ્રેમરાજ જેન (બોગાવત) (જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ” (વિસ્તૃત)ના તૃતીય ભાગમાંથી ઉદ્ધત) | ૧૦ 29629696969696969696ી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)