________________
અન્ય ગ્રંથકાર
નિર્યુક્તિકાર ભદ્રબાહુના સમસામાયિક જે વિદ્વાનોએ મહત્ત્વપૂર્ણ ગ્રંથોની રચના કરી તે આ મુજબ છે ઃ
૧. વટ્ટકેર : ઈસાની પાંચમી-છઠ્ઠી શતાબ્દીના વિદ્વાન આચાર્ય વટ્ટકેરે ‘મૂલાચાર’ નામના આગમિક ગ્રંથની રચના કરી.
૨. શિવાર્ય (શિવનંદી) : આચાર્ય શિવાયૅ ૨૧૭૦ ગાથાત્મક ‘ભગવતી આરાધના’ નામના એક મહત્ત્વપૂર્ણ ગ્રંથની રચના કરી. ૩. સર્વનંદી : દિગંબર પરંપરાના વિદ્વાન સર્વનંદીએ શક સં. ૩૮૦ (વિ. સં. ૫૫૫)માં દક્ષિણના તત્કાલીન પાંચ રાજ્યના પાટલિક નામક સ્થાન પર પ્રાકૃત ભાષામાં ‘લોક વિભાગ' નામના એક મહત્ત્વપૂર્ણ ગ્રંથની રચના કરી.
૪. યતિવૃષભાચાર્ય : પ્રાચીન આચાર્યોમાં યતિવૃષભનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ સ્થાન છે. તેમની બે અત્યંત મહત્ત્વપૂર્ણ રચનાઓ જૈન-જગતમાં ખૂબ જ લોકપ્રિય છે. પહેલી છે ‘કષાય પ્રામૃત ચૂર્ણિ’ અને બીજી ‘તિલોયપણતિ’ - અનેક વિદ્વાનોએ યતિવૃષભને વિક્રમની પાંચમી-છઠ્ઠી શતાબ્દીના આચાર્ય માન્યા છે.
હારિલગચ્છ
ઓગણત્રીસમા યુગપ્રધાનાચાર્ય હારિલસૂરિના નામ પર ‘હારિલગચ્છ'ની ઉત્પત્તિ થઈ. ‘કુવલયમાલા’ ગ્રંથના રચિયતા આચાર્ય ઉદ્યોતનસૂરિ(દાક્ષિણ્ય ચિહ્ન)એ પોતાના ગ્રંથના અંતમાં જે પ્રશસ્તિ આપી છે, તે અનુસાર હારિલગચ્છની પટ્ટ-પરંપરા આ પ્રકારે છે : ૧. યુગપ્રધાનાચાર્ય હારિલ : એમના નામ પર હારિલગચ્છની સ્થાપના કરવામાં આવી. એમનો પરિચય આપી દેવામાં આવ્યો છે.
૨. દેવગુપ્ત : આચાર્ય દેવગુપ્ત મહાકવિ હતા.
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
CC