________________
૫. ઈસાની નવમી શતાબ્દીના મુનિ અર્કકીર્તિએ કુમંગલ પ્રદેશના
પ્રશાસક વિમલાદિત્યને પોતાના મંત્રબળથી ભીષણ પ્રેતબાધાથી કાયમ માટે વિમુક્ત કરી દીધા. આ ચમત્કારથી પ્રસન્ન થઈને સંપૂર્ણ ગંગમંડળના અધિરાજ ચાકિરાજે પોતાના સ્વામી રાષ્ટ્રકૂટ રાજ-રાજેશ્વર ગોવિંદ તૃતીયને પ્રાર્થના કરીને જાલમંગલ નામનું એક ગામ જૈનમુનિ અર્કકીર્તિને પ્રીતિદાનના રૂપમાં અપાવ્યું.
આ મુજબ જે શ્રમણજીવન સમ્યક્ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપી રત્નત્રયીની આરાધના અને તપ-સંયમના માધ્યમથી મુક્તિની સાધના માટે સમર્પિત થયેલું હોવું જોઈતું હતું, તે ભૌતિક લાલસાઓના લોભમાં અંધ બનેલ લોકપ્રવાહને સમર્પિત થઈ ગયું.
રાજાઓ, સેનાપતિઓ, સામંતો, શ્રેષ્ઠીઓ અને અધિકમાં અધિક સંખ્યામાં લોકોને પોતાના ભક્ત તેમજ અનુયાયી બનાવવાની આચાર્યો અને શ્રમણોમાં હોડ (હરીફાઈ) જેવું થઈ ગયું. જે સંઘના આચાર્યો સૌથી મોટા રાજાને પોતાનો ભક્ત બનાવી લીધો, તે સૌથી મોટા આચાર્ય અને તે આચાર્યનો સંઘ જ સૌથી મોટો અને શ્રેષ્ઠ સંઘ માનવામાં આવતો. સંઘની શ્રેષ્ઠતા અને આચાર્યની મહાનતાનું આ માપદંડ લોકોમાં માન્ય બની ગયું. જે આચાર્ય રાજગુરુ બની ગયા તે લોકગુરુ મનાવવા લાગ્યા. એવી સ્થિતિમાં કેટલાક આચાર્ય અને સાધુ દુવિધામાં રહેવા લાગ્યા કે - કયા ઉપાયોથી રાજાને પોતાના અનુયાયી બનાવી લેવાય, અધિકમાં અધિક લોકોને પોતાના ભક્ત બનાવી લેવાય.”
પૂજ્યપાદ જિનસેન, ગુણભદ્ર, સોમદેવ, સુદત્ત, મુનિચંદ્ર વગેરે પ્રમુખ આચાર્યોને પોત-પોતાના સમયના રાજાઓ અને રાજકુમારો પર ઘણો પ્રભાવ હતો. મધ્યયુગના તે શ્રમણ અને આચાર્ય કેવળ ધર્મ અથવા પારલૌકિક વિષયોના પરામર્શદાતા જ નહિ પણ ગૃહસ્થોના આલોકના કાર્યકલાપોના પરામર્શદાતા પણ હતા.
આ પ્રકારે દેવર્ધિગણિ ક્ષમાશ્રમણથી ઉત્તરવર્તીકાળમાં રાજસંપર્ક તેમજ લોકસંપર્કના માધ્યમથી ભવ્ય જૈન મંદિરો, મઠો, વસાહતો વગેરેનું અધિકાધિક સંખ્યામાં નિર્માણ કરાવીને જનમતને પોતાની તરફ આકર્ષિત કરવાનું જ આ ધર્મસંઘોના આચાર્યો, ભટ્ટારકો અને સાધુઓનું પ્રમુખ કાર્ય રહી ગયું હતું. વિદ્વાન ઇતિહાસજ્ઞ રામભૂષણ પ્રસાદસિંહે જે વિચારો [ ૨૨ 9696969696969696969696 જન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)