________________
તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કર્યું. તેમના જ્ઞાનથી પ્રભાવિત થઈને શ્રી સર્વદેવસૂરિએ વારાણસીમાં મુનિ દેવચંદ્રને આચાર્યપદ પર પ્રતિષ્ઠિત કર્યા. જે સમયે દેવસૂરિને આચાર્યપદ પર પ્રતિષ્ઠિત કર્યા તે સમયે તેઓ ઘણા વૃદ્ધ થઈ ચૂક્યા હતા, તેથી તેઓ વૃદ્ધ દેવસૂરિના નામથી પ્રસિદ્ધ થયા.
વૃદ્ધદેવસૂરિ બાદ તેમના પટ્ટધર પ્રદ્યોતનસૂરિ થયા. પ્રદ્યોતનસૂરિના ઉપદેશોથી પ્રભાવિત અને જાગૃત થઈને માનદેવે શ્રમણધર્મની દીક્ષા ગ્રહણ કરી. પ્રદ્યોતનસૂરિ પાસે નિષ્ઠાપૂર્વક અભ્યાસ કરીને કુશાગ્ર બુદ્ધિ માનદેવે અનેક વિદ્યાઓમાં પ્રકાંડ પાંડિત્ય અને જૈન સિદ્ધાંતોમાં નિષ્ણાતતા મેળવી. અંતમાં બધી રીતે સુયોગ્ય જાણીને પોતાના શિષ્ય માનદેવને પ્રદ્યોતનસૂરિએ આચાર્યપદ પ્રદાન કર્યું.
આચાર્ય બન્યા બાદ ઘોર તપશ્ચર્યા કરતા-કરતા શ્રી માનદેવસૂરિએ જિનશાસનની ઘણી પ્રભાવના કરી. તેમની તપસ્યાના પ્રભાવથી અનેક પ્રકારની લબ્ધિઓ અને સિદ્ધિઓ આપમેળે જ તેમને આધીન થઈ ગઈ. જયા અને વિજયા નામની બે દેવીઓ સદા તેમની સેવામાં હાજર રહેતી હતી. માનદેવસૂરિ દ્વારા લિખિત “શાનિતસ્તવ'ના સામૂહિક જાપથી તક્ષશિલામાં ફેલાયેલા ભયંકર મહામારીનો પ્રકોપ તરત જ શાંત થઈ ગયો.
વિમલમતિ આચાર્ય શીલાંક (શીલાચાર્ય) તે જ મહાન પ્રભાવક આચાર્ય માનદેવસૂરિના શિષ્ય હતા. “ચઉવશ્વ મહાપુરિસ ચરિય' ગ્રંથની રચના કરીને તેઓ અમર થઈ ગયા.
(શીલાંકાચાર્ય (અપરનામ તત્વાચાર્ય) ) વી. નિ.ની ચૌદમી સદીના ઉત્તરાર્ધ અને પંદરમી સદીના પૂર્વાર્ધ વચ્ચેના સમયગાળાના આચાર્ય શીલાંકનું નામ દેવર્ષિ ક્ષમાશ્રમણથી ઉત્તરવર્તી-કાળના આગમમર્મજ્ઞ આચાર્યોમાં ટોચના સ્થાને આવે છે. તેઓ તત્ત્વાચાર્ય નામથી પણ પ્રખ્યાત હતા. “પ્રભાવક ચરિત્ર'માં તેમનું એક અન્ય નામ કોટ્યાચાર્ય પણ આપવામાં આવ્યું છે. તેઓ સંસ્કૃત અને પ્રાકૃત બંને ભાષાઓના ઉચ્ચ કોટિના વિશિષ્ટ વિદ્વાન હતા. પોતાના સમયમાં શીલંકાચાર્ય આગમોના અધિકારી પ્રામાણિક વિદ્વાન માનવામાં આવતા હતા. પ્રભાચંદ્રસૂરિના મત મુજબ ગૂઢાર્થો ૧૯૪ દિ69696969696969696963 જૈન ધર્મનો મોલિક ઇતિહાસ : (ભાગ-૩)