________________
અને અનેક અર્થોથી ભરેલા કઠિન આગમોને સાધક અને જિજ્ઞાસુ સરળતાથી સમજીને હૃદયંગમ કરી શકે, તેવી ઉપકારની ભાવનાથી આચાર્ય શીલાંૐ આચારાંગ આદિ અગિયાર અંગો પર ટીકાઓની રચના કરી. શીલાંકાચાર્ય દ્વારા રચિત તે અગિયાર અંગશાસ્ત્રોની ટીકાઓમાંથી વર્તમાનમાં ફક્ત આચારાંગ અને સૂત્રકૃતાંગ, આ બે ટીકાઓ જ ઉપલબ્ધ છે. બાકીના નવ આગમો પર નિર્મિત ટીકાઓ હાલમાં ઉપલબ્ધ નથી, એ વાતનો પ્રભાવક ચરિત્રમાં ઉલ્લેખ છે. અભયદેવસૂરિએ ‘વ્યાખ્યા પ્રશપ્તિસૂત્ર'ની પોતે લખેલી ટીકામાં પોતાનાથી પૂર્વના ટીકાકારનો જગ્યા-જગ્યાએ ઉલ્લેખ કર્યો છે. તેનાથી પણ એ સાબિત થાય છે કે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિની ટીકાની રચના કરતી વખતે અભયદેવસૂરિની સામે શીલાંકાચાર્ય દ્વારા રચિત વ્યાખ્યા પ્રજ્ઞપ્તિની ટીકા હતી. અભયદેવસૂરિ સિવાય અન્ય કોઈએ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ પર તેમનાથી પહેલા ટીકાની રચના કરી હોય, તે પ્રકારનો ઉલ્લેખ ક્યાંય મળતો નથી. એથી પણ એ વાતની પુષ્ટિ (સાબિતી) થાય છે કે આચાર્ય શીલાંકે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ વગેરે બધાં અંગો પર ટીકાઓ લખી હતી. -
બ્રહ્મદીપિકા શાખાના આદ્ય આચાર્ય સિંહના મધુમિત્ર અને આર્ય સ્કંદિલાચાર્ય નામના બે શિષ્ય હતા. આચાર્ય મધુમિત્રના શિષ્ય આર્ય ગંધહસ્તિ મહાન પ્રભાવક અને વિદ્વાન હતા. તેમણે આચાર્ય ઉમાસ્વાતિ દ્વારા રચિત તત્ત્વાર્થ સૂત્ર પર ૮૦૦૦૦ શ્લોક - પ્રમાણ મહાભાષ્યની રચના કરી. કંદિલાચાર્યની વિનંતી પર આર્ય ગંધહસ્તિએ અગિયાર અંગો પર વિવરણોની રચના કરી.
આચારાંગ અને સૂત્રકૃતાંગ, આ બંને શાસ્ત્રો પર શીલાંકાચાર્યે જે ટીકાઓ લખી છે, તેમાં ટીકાકારે ફક્ત શબ્દોના અર્થ સુધી જ સીમિત ન રહીને મૂળસૂત્ર, નિર્યુક્તિ અને શસ્ત્રપરિજ્ઞા અભ્યાસ પર ગંધહસ્તિ દ્વારા લખવામાં આવેલ વિવરણ (વર્ણન), આ બધાને વિસ્તૃત વ્યાખ્યાના પરિધિમાં લઈને પ્રત્યેક વિષય પર તલસ્પર્શી વિવેચન કર્યું છે. શીલાંકની વર્ણનશૈલી ખૂબ જ સુંદર હોવાથી તે સહજ સુબોધ્ય (સમજી શકાય તેવું) છે.
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
૭ ૧૯૫