________________
તથ્થોના આધારે વિ. સં. ૯૩૩ને આચારાંગ ટીકાનો રચનાકાળ માનવામાં આવે છે. જેનાથી શીલાંકાચાર્ય અને અભયદેવસૂરિની રચનાઓના કાળમાં ૧૮૭ વર્ષનો ગાળો યુક્તિસંગત લાગે છે. આ પ્રમાણે શીલાંકાચાર્યનો સમય વિક્રમની નવમી સદીના ઉત્તરાર્ધથી લઈને દશમી સદીના પૂર્વાર્ધ સુધીનો પ્રમાણિત થાય છે.
શીલાંકાચાર્ય દ્વારા ગંભૂતા નગરીમાં રહીને આચારાંગ ટીકાનું નિર્માણ કરવામાં આવ્યું. તેઓ નિવૃત્તિકુળના આચાર્ય હતા અને તેમણે વાહરિ સાધુની મદદથી આચારાંગ ટીકા અને સૂત્રકૃતાંગ ટીકાની રચના કરી. આ બે આગામોની સારગર્ભિત, સુબોધ્ય, સુવિસ્તૃત અને અતિ સુંદર ટીકાઓની રચના કરીને શીલાંકાચાર્યે જૈન-જગત પર અને તત્ત્વ જિજ્ઞાસુઓ પર મહાન ઉપકાર કર્યો છે. આ બે અણમોલ કૃતિઓએ શીલાંકાચાર્યની કીર્તિ અને તેમના નામને અમર કરી દીધાં છે.
(સાંડેરગચ્છ ) સાંડેરગચ્છ ચૈત્યવાસી પરંપરાનો એક પ્રાચીન ગચ્છ રહ્યો છે. આ ગચ્છની ઉત્પત્તિ મારવાડના સાંડેરાવ નામક નગરથી થઈ હોય તેવું લાગે છે, તેથી જ તેને સાંડેરાવગચ્છના નામથી પણ ઓળખવામાં આવે છે. આ નગર શૈવોના તીર્થસ્થાન “નિબા રા નાથ'ની પાસે જ વસેલું છે. સાંડેરગચ્છનું એક અપરનામ સાંડેસરાગચ્છ પણ ઉપલબ્ધ થાય છે. આ ગચ્છની ઉત્પત્તિ સંબંધે પ્રમાણોના અભાવના કારણે ચોક્કસપણે કાંઈ પણ કહી શકાય તેમ નથી. વિક્રમની દશમી સદીના પ્રથમ ચરણમાં આ ગચ્છ પોતાના પ્રભાવક આચાર્યોના કારણે પ્રસિદ્ધિમાં આવ્યો.
સાંડરગચ્છમાં ઈશ્વરસૂરિના શિષ્ય યશોભદ્ર નામના એક મહાન પ્રભાવક આચાર્ય વિક્રમની દશમી સદીના ઉત્તરાર્ધમાં થયા. ઇતિહાસકારો મુજબ તેઓ પોતાના સમયના ખૂબ મોટા મંત્રવાદી હતા. તેમણે પોતાના વિદ્યાબળ અને મંત્રબળના પ્રભાવથી અનેક જૈનેતરને જૈન ધર્માવલંબી બનાવ્યા.
| ત્રિપુટી મુનિ દર્શનવિજય વગેરેએ પોતાના ગ્રંથ “જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ-૧'માં યશોભદ્રસૂરિનો આચાર્યકાળ અંદાજે વિ. સં. ૯૬૮ થી વિ. સં. ૧૦૨૯ અથવા ૧૦૩૯ સુધીનો હોવાનો ઉલ્લેખ કર્યો છે. ૧૯૬ 9696969696969૬૩૬૩છે જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) )