________________
સિદ્ધ તે વિદ્યાપીઠનું તે સર્વશ્રેષ્ઠ સન્માન મેળવ્યું, જે સિદ્ધથી પહેલાં કોઈ વિદ્વાન નહોતું મેળવી શક્યું. પછી બૌદ્ધસંઘે સર્વસંમતિથી સિદ્ધની સમક્ષ પ્રસ્તાવ મૂક્યો કે - “સંઘ તેને આચાર્યપદ પર આરૂઢ કરવા માટે ખૂબ વ્યાકુળ છે, માટે તે આચાર્યપદ - પ્રદાન મહોત્સવ માટે સ્વીકૃતિ આપે.'
તે જ સમયે સિદ્ધને પોતાના ગુરુની સમક્ષ કરેલી પ્રતિજ્ઞાની યાદ આવી ગઈ. તેમણે બૌદ્ધસંઘને વિનંતી કરી : “અહીં અભ્યાસાર્થે આવતી વખતે મેં મારા જૈન ગુરુની સમક્ષ પ્રતિજ્ઞા કરી હતી કે - અભ્યાસ પૂરો થતાં જ હું એક વાર આપની સેવામાં જરૂરથી હાજર થઈશ.” તમામ દર્શનોમાં પ્રતિજ્ઞાભંગને મહાપાપ માનવામાં આવ્યું છે, માટે એક વાર મને મારા ગુરુની પાસે જવા દેવાની રજા આપવામાં આવે, એવી મારી મહાસંઘને વિનંતી છે.”
સંઘે સિદ્ધને પોતાના ગુરુ પાસે જવાની અને તેમને મળીને પાછા આવવાની રજા આપી દીધી. પોતાના ગુરુ પાસે પહોંચીને સિદ્ધ ન તો તેમને વંદન-નમન કર્યા અને ન તેમના ચરણસ્પર્શ કર્યા. ગુરુની સામે થાંભલાની જેમ સીધા ઊભા રહીને સિદ્ધ ઈર્ષાળુ સ્મિતની મુદ્રામાં પ્રશ્ન કર્યો : “ઊર્ધ્વસ્થાન પર બેઠેલા આપ ઠીક તો છો ને?” - પોતાના શિષ્ય સિદ્ધના આ પ્રકારના રંગ-ઢંગ જોઈને ગર્ગષિ વિચારવા લાગ્યા - “આ પરમ વિનીત ને મહાવિદ્વાન સુશિષ્યની મતિને બૌદ્ધશાસ્ત્રોના કુતક તથા વિતંડાવાદે ભ્રમિત કરી દીધી છે. હવે તો કોઈ અમોઘ ઉપાયથી જ તેને પાછો સાચા માર્ગે લાવવામાં આવે, તેમાં જ સંઘનું હિત છે, નહિ તો આ વિધાનના બૌદ્ધસંઘમાં ચાલ્યા જવાથી જિનશાસનની એક ન પૂરી શકાય તેવી હાનિ થશે.”
આ પ્રમાણે વિચાર કરતા-કરતા ગર્ગષિ પોતાના આસનેથી ઊભા થયા અને પોતાના શિષ્ય સિદ્ધષિની સામે ગયા. તેને ખૂબ સ્નેહથી હાથ પકડીને આસન પર બેસાડ્યો. ત્યાર બાદ હરિભદ્રસૂરિ દ્વારા રચિત “લલિત વિસ્તરાવૃત્તિ' સિદ્ધના હાથમાં મૂકતા ગુરુએ કહ્યું : “સૌમ્ય ! હું ચૈત્યવંદન કરીને હમણાં થોડીવારમાં પાછો આવું છું, ત્યાં સુધી તું આ ગ્રંથને વાંચ.”
- સિદ્ધર્ષિએ લલિત વિસ્તરાને શરૂઆતથી વાંચવાનો પ્રારંભ કર્યો. સિદ્ધર્ષિ જેમ-જેમ લલિત વિસ્તરાનાં પૃષ્ઠ પછી પૃષ્ઠ વાંચતાં ગયાં, ૨૨૪ EBદ૬૩૩૩૬૬૩૬૩૬૩૩ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩)|