________________
છું કે તારે બૌદ્ધોના શિક્ષણ સંસ્થાનમાં જઈને બૌદ્ધ ન્યાયના અધ્યયન (અભ્યાસ)નો વિચાર તારા મનમાંથી કાઢી દેવો જોઈએ. જો ત્યાં જવાનો વિચાર તારા મનમાંથી કોઈ પણ રીતે ન જ નીકળતો હોય તો, તું મારી સામે પ્રતિજ્ઞા કર કે - “બૌદ્ધોના કૃતકથી ચિત્તભ્રમ થઈ જવા છતાં પણ તું તેમના સંઘનો સદસ્ય બનતા પહેલાં એકવાર મારી પાસે જરૂરથી આવીશ અને આપણા પ્રથમ મહાવ્રત અહિંસાનું જે મુખ્ય ઉપકરણ તથા અનિવાર્ય ચિહ્ન આ રજોહરણ છે, તેને તું જાતે લાવીને સુપરત કરીશ.” ને પોતાના ગુરુના મુખેથી આવી વાત સાંભળતાં જ સિદ્ધર્ષિએ કહ્યું : “ભગવન્! કોઈ પણ કુલીન વ્યક્તિ પોતાના ગુરુને ક્યારે ય છોડી શક્તો નથી. જો ત્યાં જવાથી મને કદાચ મતિભ્રમ થઈ ગયો, તો પણ હું આપના આદેશનું પાલન કરીને આપની સેવામાં અવશ્ય હાજર થઈ જઈશ. આ મારી અટલ પ્રતિજ્ઞા છે.”
આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને પોતાના ગુરુની આજ્ઞા લઈ સિદ્ધર્ષિ ત્યાંથી રવાના થઈ ખૂબ લાંબી વિહારયાત્રા પૂરી કરીને એક દિવસ મહાબોધિ નામના એક પ્રખ્યાત બોદ્ધ શિક્ષણ કેન્દ્રમાં પહોંચ્યા. વિદ્યાર્થી રૂપમાં તેમણે બૌદ્ધ વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવીને બૌદ્ધદર્શનના અભ્યાસનો પ્રારંભ કર્યો. ટૂંક સમયમાં જ સિદ્ધર્ષિએ બૌદ્ધ વાત્મયનો તલસ્પર્શી અભ્યાસ કરીને તેમાં પ્રવીણતા મેળવી લીધી. સિદ્ધર્ષિની ગણના બૌદ્ધદર્શનના મહાન વિદ્વાનોમાં થવા લાગી.
સિદ્ધર્ષિની તીક્ષ્ણ મેધાશક્તિનો મહિમા વિભિન્ન બોદ્ધ વિદ્યાપીઠોમાં ફેલતા-ફેલતા સમગ્ર બૌદ્ધસંઘમાં પ્રસરી ગયો. બૌદ્ધસંઘના ટોચના વિદ્વાનો, સંચાલકો અને આચાર્યોએ મળીને એકાંતમાં ગૂઢ મંત્રણા કરી કે - “આ સિદ્ધ ચિંતામણિ તુલ્ય અભુત પ્રતિભાશાળી નરરત્ન છે. જો આ વિદ્વાન કોઈ પણ રીતે બૌદ્ધસંઘમાં દીક્ષિત થઈ જાય તો બૌદ્ધસંઘની સર્વતોન્મુખી (તમામ પ્રકારની) ઉન્નતિ થઈ શકે છે; માટે ગમે તેમ કરીને સત્કાર-સન્માન, પ્રોત્સાહન; મૃદુ-મંજુલ વાર્તાલાપ, વાજાળ, અભિવર્ધન વગેરે તમામ પ્રકારના ઉપાયોથી તેને બૌદ્ધ સંઘમાં દીક્ષિત થવા માટે આકર્ષિત કરવામાં આવે.
આ રીતે ગુપ્ત મંત્રણા કરીને બૌદ્ધાચાર્યો, ભિક્ષુઓ અને વિદ્વાનો વગેરેએ સિદ્ધષિને પોતાની જાળમાં ફસાવવા માટે ચતુરાઈપૂર્વક પ્રયત્નો શરૂ કર્યા. છેવટે સિદ્ધના મસ્તિષ્કમાં મતિ ભ્રમ પેદા થઈ ગયો અને તેમણે બૌદ્ધ ધર્મની દીક્ષા સ્વીકારી લીધી. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) દદદદદદ કે દીક૬૬૩ ૨૨૩ |