________________
તેમ-તેમ તેમના મન-મસ્તિષ્ક પર છવાયેલા બૌદ્ધશાસ્ત્રોના કુતર્કોનું ધુમ્મસ (કોહરો), ખુલ્લી હવામાં મૂકી રાખવામાં આવેલ કપૂરની જેમ ઊડતું ગયું. સિદ્ધર્ષિ લલિત વિસ્તરાનો ચોથો ભાગ પણ નહોતા વાંચી શક્યા કે તેમના મસ્તિષ્કમાં બોદ્ધસંઘ દ્વારા પેદા કરવામાં આવેલી તમામ પ્રકારની ભ્રમણાઓ (ભ્રાંતિઓ) નષ્ટ થઈ ગઈ. ગુરુ પ્રત્યે કરવામાં આવેલા કુશિષ્ય યોગ્ય પોતાના વર્તનના લીધે, તેમને પોતાના મનમાં પોતાના માટે ધૃણા (તિરસ્કાર) થઈ ગઈ. સિદ્ધર્ષિ મનમાં ને મનમાં પોતાને ધિક્કારીને વિચારવા લાગ્યા - “આહા! સમજયા-વિચાર્યા વગર કેવો અનર્થ કરવા જઈ રહ્યો હતો ! હું ચિંતામણિ રત્નના બદલે કાચના ટુકડા લેવા જેવી ભયંકર મૂર્ખતા કરી રહ્યો હતો. હું મારા આ ભયંકર અપરાધ (ગુનો) માટે ગુરુદેવ પાસેથી પ્રાયશ્ચિત્ત મેળવીશ અને જીવનપર્યત ગુરુદેવનાં ચરણોની શરણમાં જ રહીશ. આ લલિત વિસ્તરા ગ્રંથે મારા મતિભ્રમ, વ્યામોહ અને ચિત્તની ભ્રમણાને નિર્મૂળ કરી દીધાં છે.”
લલિત વિસ્તરાની વૃત્તિ વાંચતી વખતે સિદ્ધર્ષિ જ્યારે આ રીતે વિચારી રહ્યા હતા તે જ સમયે ગર્ગષિ ઉપાશ્રયમાં પાછા ફર્યા. સિદ્ધર્ષિને અપલક દૃષ્ટિથી લલિત વિસ્તરા વૃત્તિને વાંચવામાં મગ્ન જોઈને તેમના અંતરમનમાં અસીમ આનંદની અનુભૂતિ થઈ. ગુરુના મુખેથી કનૈષેધિકી' શબ્દ સાંભળતાં જ સિદ્ધર્ષિ એકદમ ઊભા થયા અને ગુરુ ચરણો પર પોતાનું મસ્તક મૂકીને ફરી-ફરીવાર તેમની પાસેથી પોતાના અપરાધની ક્ષમાયાચના કરવા લાગ્યા.
ગર્ગષિએ પ્રાયશ્ચિત્તની આગમાં બળતાં પોતાના શિષ્ય સિદ્ધષિને પ્રોત્સાહનપૂર્ણ મધુર વચનોથી આશ્વસ્ત કર્યા. સિદ્ધર્ષિના આગ્રહપૂર્ણ અનુરોધથી ગર્ગષિએ તેમને યોગ્ય પ્રાયશ્ચિત્ત આપ્યું. પ્રાયશ્ચિત્તથી આત્મશુદ્ધિ કરી લીધા બાદ, સિદ્ધર્ષિએ સદૈવ ગુરુચરણોના સાંનિધ્યમાં રહીને વિશુદ્ધ-નિરતિચાર સંયમપાલનની સાથો-સાથ ગુરુમુખેથી આગમોનું તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કર્યું. સિદ્ધર્ષિ અલ્પ સમયમાં જ જનજનના પ્રીતિપાત્ર બની ગયા. - આચાર્ય ગર્ગષિએ પોતાના સુયોગ્ય વિદ્વાન શિષ્ય સિદ્ધર્ષિને ચતુર્વિધસંઘની સમક્ષ પોતાના ઉત્તરાધિકારી જાહેર કરીને આચાર્યપદ પ્રદાન કર્યું અને ગચ્છના સંચાલનનું કાર્ય તેમના મજબૂત ખભા પર મૂકી દીધું. સિદ્ધર્ષિને આચાર્યપદ પર આસીન કરીને ગર્ગષિ જંગલમાં જઈને ત્યાં જિન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૩) 633696969696969696969 ૨૨૫ |