________________
કર્દમરાજના આખા શરીર પર ઝેરી ફોલ્લા થઈ ગયા. અનેક કુશળ વૈદો વગેરેથી અનેક રીતના ઉપચાર કરાવવામાં આવ્યા. પરંતુ તેમનો તે ભીષણ રોગ શાંત ન થયો. એક દિવસ ત્રિભુવનગિરિમાં રાજર્ષિ અભયદેવસૂરિનું આગમન થયું. તેમની તપશ્ચર્યા, ત્યાગ અને જ્ઞાનનો મહિમા કર્દમરાજે પણ સાંભળ્યો. તે ગમે-તેમ કરીને તર્ક પંચાનન અભયદેવસૂરિનાં દર્શન કરવા માટે તેમના વિશ્રામસ્થળે ગયો. તે એમના પ્રભાવશાળી સૌમ્ય વ્યક્તિત્વને જોઈને ખૂબ પ્રભાવિત થયો. તેને અનુભવ થયો કે તેમની પીડા ને બળતરામાં થોડી કમી થઈ છે. કર્દમરાજે વિચાર કર્યો કે - જે મહાપુરુષના દર્શનમાત્રથી ભીષણ બળતરા મંદ થઈ ગઈ હોય તો અહર્નિશ એમના સંસર્ગમાં રહેવા અથવા એમના ચરણોદકને પોતાના શરીર પર છાંટવાથી ચોક્કસપણે આ વ્યાધિ પૂર્ણરૂપથી નિર્મૂળ થઈ શકે છે.' કર્દમરાજે તે જ ઘડીએ અચિત પાણી મંગાવીને અભયદેવસૂરિનાં ચરણોનું પ્રક્ષાલન કર્યું અને તે ચરણ ધોયેલાં પાણીનું ફોલ્લાઓ પર, પોતાના મુખ અને શરીરનાં અન્ય અંગો પર છંટકાવ કર્યો. તેના આશ્ચર્યનો પાર ન રહ્યો કે તેના ફોલ્લાઓની બળતરા એકદમ પૂરેપૂરી શાંત થઈ ગઈ અને તે પોતાને પૂર્ણપણે સ્વસ્થ અનુભવ કરવા લાગ્યા.
ત્યાર બાદ કર્દમરાજે અભયદેવસૂરિ પાસેથી ધર્મોપદેશ સાંભળ્યો. ઉપદેશથી તેમને બોધિલાભ થયો; જેનાથી તેનું અંતરમન પ્રગાઢ વૈરાગ્યના રંગમાં રંગાઈ ગયું. તેણે પોતાના પુત્રને રાજસિંહાસન પર અભિષિક્ત કરીને તર્ક પંચાનન અભયદેવસૂરિની પાસે શ્રમણધર્મની દીક્ષા ગ્રહણ કરી લીધી. દીક્ષા લેવાથી આચાર્ય અભયદેવસૂરિએ પોતાના નવદીક્ષિત શિષ્યનું નામ ધનેશ્વર રાખ્યું.
મુનિ ધનેશ્વરે ગુરુની સેવામાં રહીને વિવિધ વિદ્યાઓ અને આગમોનું ગહન જ્ઞાન પ્રાપ્ત કર્યું. તેઓ અનેક વિદ્યાઓ અને આગમોના વિશિષ્ટ વિદ્વાન બની ગયા. પોતાના અંતિમ સમયમાં અભયદેવસૂરિએ ધનેશ્વરમુનિને સર્વથા યોગ્ય સમજીને રાજગચ્છનું આચાર્યપદ પ્રદાન કર્યું. આચાર્ય ધનેશ્વરસૂરિ ઉચ્ચ કોટિના વિદ્વાન હોવાની સાથોસાથ ખૂબ પ્રભાવશાળી વ્યાખ્યાતા પણ હતા. તેમની વાણીમાં ઓજસતા અને મીઠાશ હતી. તેમણે અનેક શાસ્ત્રાર્થોમાં જીત મેળવી. તેમના સમયમાં રાજગચ્છ એક વિશાળ અને પ્રભાવશાળી ગચ્છના રૂપે પ્રસિદ્ધ થયો. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) ૭
૭૦ ૨૧૫