________________
| કેટલાક પ્રમુખ આયાર્ય શા ( આચાર્ય શીલગુણસૂરિ અને જૈન રાજા વનરાજ ચાવડા)
વી. નિ.ની તેરમી શતાબ્દીના પૂર્વાર્ધમાં ચૈત્યવાસી પરંપરામાં શીલગુણસૂરિ નામના એક મહાન પ્રભાવક આચાર્ય થઈ ગયા. તેમણે ગુજરાતમાં વિ. નિ. સં. ૧૨૭૫ની આસપાસ એક જૈન રાજવંશ(ચાવડા-રાજવંશ)ની સ્થાપના કરીને ચૈત્યવાસી પરંપરાના ઉત્કર્ષ માટે જે અથાગ પ્રયત્ન કર્યા, તે મધ્યયુગીન જૈન ઇતિહાસમાં મહત્ત્વપૂર્ણ છે.
શીલગુણસૂરિ ચૈત્યવાસી પરંપરાના નાગેન્દ્રનગચ્છના આચાર્ય હતા. એક વખત શીલગુણસૂરિ પોતાના શિષ્યો સાથે વિહાર કરતા - કરતા એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં જંગલ આવ્યું. તેમણે જંગલમાં એક સ્થાને, જ્યાં હાલમાં વણદ નામનું ગામ વસેલું છે, એક ઝાડની ડાળીમાં લટકતી એક ઝોળી જોઈ. તેમાં એક બાળક સૂતેલું હતું. તેમણે બાળકને ખૂબ જ ધ્યાનથી જોયું. તે બાળકના મુખ, કપાળ અને અંગોપાંગનાં લક્ષણો જોઈને તેમના મુખેથી અનાયાસે જ ઉદ્ગાર નીકળ્યા: “અરે ! આ બાળક તો આગળ જઈને મહાપ્રતાપી પુરુષસિંહ થશે.”
ઝાડના છાંયડામાં પોતાના બાળકની પાસે મુનિવૃંદને ઊભેલા જોઈને બાળકની માતા તેમની પાસે આવી. તેણે શીલગુણસૂરિને પ્રણામ કર્યા અને તે એક બાજુ ઊભી રહી ગઈ. શીલગુણસૂરિના પૂછવાથી, તે બાળકની માતાએ પોતાના વીતેલા જીવનનો પરિચય આપવાનો આરંભ કર્યો : “યોગીશ્વર ! હું પંચાસરના રાજા જયશેખરની રાણી છું. મારું નામ રૂપસુંદરી છે. કલ્યાણી-પતિ ભુવડની સાથે યુદ્ધ કરતાંકરતાં રણાંગણમાં મારા પતિ વીરગતિને પામ્યા. મારા પતિદેવ મહારાજ જયશેખર જ્યારે સ્વર્ગસ્થ થયા, તે સમયે આ બાળક મારા ગર્ભમાં હતો. એ તો સર્વવિદિત છે કે રાજઘરાણીઓમાં રાજ્ય હડપ કરવાનો થોડોક મોકો મળતાં જ ષડ્યુંત્રોનો સૂત્રપાત (શરૂઆત) થઈ જાય છે.
રાજ્ય-લોભમાં કોઈ મારા ગર્ભસ્થ શિશુની હત્યા ના કરી દે, એના સંભવિત ભયથી હું શત્રુઓથી બચીને રાજમહેલથી એકલી નીકળી ગઈ ૧૪૦ 26969696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩)