________________
પોતાના ધર્મસંઘની રક્ષા અને પ્રચાર-પ્રસારની ઉમદા ભાવનાથી એમનાં જ તૌર-તરીકા (રીત-ભાત), ક્રિયા-કલાપો, અનુષ્ઠાનો વગેરેને અપનાવવા માટે વિવશ થયા, જેને અન્ય ધર્માવલંબીઓએ અપનાવી રાખ્યા હતા.
જૈનસંઘના જે લોકો આ પ્રકારની અભિનવ પ્રક્રિયાને અપનાવવાના પક્ષધર હતા, તેમનો એક પૃથક સંઘ બની ગયો, અને જે કોઈ પણ કિંમતે ધર્મના સ્વરૂપમાં સ્કૂલનાત્મક પરિવર્તન લાવવાના પક્ષમાંના થયા, તે પોતાના મૂળસંઘમાં બની રહ્યા. આ પ્રકારે જૈનસંઘ અનેક સંપ્રદાયોમાં વિભક્ત થતો રહ્યો.
લોકપ્રવાહને દૃષ્ટિમાં રાખતા જે લોકો પોતાના ધર્મ અને ધર્મસંઘને જીવિત રાખવા માટે ધર્મના સ્વરૂપમાં સમયાનુકૂળ પરિવર્તનની પક્ષમાં હતા, એમની સંખ્યા ઉત્તરોત્તર વધતી ગઈ, આના વિપરીત જે સનાતન સ્વરૂપને યથાવત્ બનાવી રાખવા માટેના પક્ષધર હતા, . એવા સુવિહિતોની સંખ્યા લગાતાર ઘટતી ગઈ. પરિવર્તનની આ પ્રક્રિયા સમય, દેશ, કાળની સાથે-સાથે તીવ્રતાથી ચાલતી રહી; પરિણામ સ્વરૂપ અનેક નવા સંઘો, સંપ્રદાયો તથા ગચ્છોનો ઉદય થયો અને તે પોત-પોતાના સમયમાં ભૌતિક આરાધનાની ઉન્નતિના શિખર સુધી પહોંચ્યા. પણ કાલચક્રથી તે લડખડાયા અને એક સમય એવો પણ આવ્યો, જ્યારે તેઓ જૈનજગતના ક્ષિતિજમાંથી તિરોહિત (લુપ્ત) થતા ગયા અને એમનાં સ્થાન બીજા લેતાં ગયાં. ચૈત્યવાસી, થાપનીય વગેરે સંઘોનાં નામ આવા જ સંઘોમાં ગણાવી શકાય છે.
આ પ્રકારનાં સુદીર્ઘ સંક્રાંતિકાલીન સંકટોથી ભરેલા અંધકારપૂર્ણ કાળથી ભ. મહાવીરનો આ ધર્મસંઘ ગુજર્યો, તો પણ વિશુદ્ધ મૂળ શ્રમણ પરંપરા પૂર્ણતઃ વિચ્છિન્ન ન થઈ. ધર્મનું વિશુદ્ધ મૂળ સ્વરૂપ સ્વલ્પ (અલ્પ) માત્રામાં પણ ટકી રહ્યો. પ્રાચીન જૈન વાડ્મયમાં આનાં અનેક ઠોસ પ્રમાણ ઉપલબ્ધ થયાં છે. આ વિમર્શ પછી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના ઉત્તરવર્તી કાળની મૂળ શ્રમણ પરંપરાના આચાર્યોને પ્રમુખસ્થાને રાખતા, એમના ક્રમબદ્ધ આચાર્યકાળની પશ્ચાત્ એમની સાથે જ યુગપ્રધાનાચાર્યના કાળનું વિવરણ પણ અહીં પ્રસ્તુત કરવામાં આવી રહ્યું છે. ૯૮ 9696969696969696969696) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)