SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ વી. નિ. સં. ૧૦૦૦ થી ઉત્તરવ કાળની આચાર્ય પરંપરા આ એક તથ્ય છે કે તીર્થ પ્રવર્તનકાળમાં ભગવાન મહાવીરે જે રૂપમાં જૈન ધર્મનો ઉપદેશ આપ્યો, તેમાં કાલાન્તરમાં કાળ-પ્રભાવથી અનેક પરિવર્તન આવ્યાં. લગભગ ૬૦૦ વર્ષોથી પણ વધારે સમય સુધી જે ધર્મસંઘે પોતાની એકરૂપતાને બનાવી રાખી, કાલાન્તરમાં તે અનેક સંઘો અને વિભિન્ન એકમોમાં વિભક્ત કેમ થઈ ગયો ? આ પ્રશ્નનું સમાધાન શોધતા સમયે જો કોઈ વ્યક્તિ એમ સમજે કે ફક્ત શિથિલાચાર, પદલિપ્સા, યશપ્રાપ્તિ અથવા અન્ય મહત્ત્વાકાંક્ષાઓની પૂર્તિહેતુ તે શ્રમણવરો તથા આચાર્યોએ પોત-પોતાનાં સંઘો, સંપ્રદાયો અને પરંપરાઓનું પૃથ-પૃથક્ એકમોમાં ગઠન કર્યું હશે, તો એકાન્તતઃ એવું સમજવું પણ સાચું નથી. એ મધ્યકાલીન ઐતિહાસિક, સામાજિક અને ધાર્મિક અસહિષ્ણુતાભર્યા યુગના ઘટનાચક્રના સંદર્ભમાં તટસ્થ દૃષ્ટિથી વિચાર કરવાથી વિદિત થશે કે પ્રારંભમાં આ પ્રકારનાં સંગઠનોના પૃથક્ એકમના રૂપમાં ગઠન કરવાની પાછળ મૂળ કારણ અધિકાંશતઃ તે તત્કાલીન વિષમ પરિસ્થિતિઓ જ રહી છે. ધર્મસંઘ પર આવેલાં સંકટનાં વાદળ કઈ રીતે દૂર થાય, એને માટે વિચારેલા અથવા કરવામાં આવેલા ઉપાયોને લઈને સંઘમાં ઉત્પન્ન મતભેદ જ આ પ્રકારના વિઘટનનાં પ્રમુખ કારણ રહ્યાં છે. બીજા ધર્મોનાં આકર્ષક આયોજનો, તેમના દ્વારા નિર્માપિત મંદિરો, એ મંદિરોમાં પ્રતિદિન પૂરા આડંબરની સાથે કરવામાં આવતી આરતીઓ, હૃદયહારી ભજનકીર્તન, ચિત્તાકર્ષક ઉત્સવો, મહોત્સવો વગેરેની તરફ આકર્ષાઈને મોટી સંખ્યામાં જૈન-ધર્માવલંબી પણ ખેંચાઈ જઈ રહ્યા હતા. આ જોઈ જૈનસંઘના ધર્મનાયકોને આશંકા થઈ કે - ‘બીજા ધર્મસંઘોની બાજુ દોડી જતા જૈનોના આ પ્રવાહને કોઈ સમુચિત ઉપાયથી રોકવામાં નહિ આવે, તો જૈન ધર્મનું અસ્તિત્વ જ સંકટમાં પડી ચૂકે છે.' ત્યારે જૈનસંઘના તે શ્રમણ અને આચાર્ય પણ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) ૭૭૬૩ ZZZZZ4 ७७
SR No.005687
Book TitleJain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages290
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy