________________
પૂર્વાપર યુગપ્રધાનાચાર્યના જન્મ, દીક્ષા વગેરેના કાળ પર વિચાર કરવાથી પહેલી માન્યતા જ ઉચિત લાગે છે. હારિલસૂરિ અઠ્યાવીસમા પટ્ટધર આચાર્ય વીરસેનના સમકાલીન હતા. દેવર્ધિગણિ ક્ષમાશ્રમણની પશ્ચાત્ તેઓ અદ્વિતીય પ્રતિભાસંપન્ન યુગપુરુષ થયા.
જે સમયે આપણા રાજનૈતિક પરાભવના રૂપમાં વિદેશી આક્રાન્તાઓનાં (આક્રમણખોરોના) વિનાશકારી પગલાં ભારતવર્ષ પર નિરંતર વધતાં ચાલ્યાં જતાં હતાં, તે સમયે વિદેશીઓનાં આક્રમણો અને અમાનુષિક અત્યાચારોથી ભારતના અનેક ભૂભાગોની પ્રજા સંત્રસ્ત હતી, તથા રાજનૈતિક દૃષ્ટિથી આપણે વિશૃંખલિત (વિભાજિત) હતા. આવા સંક્રાંતિકાળમાં હારિલસૂરિએ એક સાચા યુગપુરુષને અનુરૂપ અવિચલ વૈર્ય, અડગ સાહસ તથા અનોખી સૂઝબૂઝની સાથે આતતાયીઓ (અત્યાચારીઓ)નો અહિંસાત્મક ઢંગથી પ્રતિકાર કર્યો.
આચાર્ય હારિલે આતતાયીઓને માનવતાના પાઠ ભણાવી, પીડિત થઈ રહેલી પ્રજાના પ્રાણ માટે એક સુદઢ પ્રાચીર(મસીહા)નું કામ કર્યું. એમના પ્રભાવશાળી ઉપદેશો તથા અલૌકિક પ્રતિભાથી પ્રભાવિત થઈ હૂણરાજ તોરમાણે એમને પોતાના ગુરુ બનાવ્યા. અને સદાને માટે તેમનો ઉપાસક બની ગયો. તોરમાણ જેવા ભયાનક અત્યાચારીને માનવતાના પાઠ ભણાવવાને કારણે યુગપ્રધાનાચાર્ય હારિલની કીર્તિ દૂર-દૂર સુધી પ્રસરી. આ ઐતિહાસિક તથ્યનો ઉલ્લેખ હારિલસૂરિની શિષ્ય પરંપરાની છઠ્ઠી પેઢીમાં થયેલ આચાર્ય દાક્ષિણ્યચિહ્ન - ઉદ્યોતનસૂરિએ પોતાની કૃતિ (રચના) “કુવલયમાલા'ની પ્રશસ્તિમાં કરી છે. આનાથી એ નિષ્કર્ષ નીકળે છે કે - “યુગપ્રધાનાચાર્ય હારિલે પોતાના યુગપ્રધાનાચાર્ય-કાળમાં હૂણ આતતાયી તોરમાણના અત્યાચારોથી સંત્રસ્ત દેશવાસીઓને અભય પ્રદાન કરાવ્યું.
જૈન વાડ્મયમાં યુગપ્રધાનાચાર્ય હારિલનાં ત્રણ નામ ઉપલબ્ધ થાય છે : (૧) હારિલ, (૨) હરિગુપ્ત અને (૩) હરિભદ્ર. (યાકિની મહતરા સૂનઃ આચાર્ય હરિભદ્રસૂરિથી ભિન્ન) યુગપ્રધાનાચાર્ય હારિલના નામ પર (સંભવતઃ એમના સ્વર્ગસ્થ થવાની પશ્ચાતુ) હારિલગચ્છની સ્થાપના કરવામાં આવી. એ સમયે કોઈ નવીન ગચ્છ અથવા ગણની સ્થાપના અધિકાંશતઃ આવા મહાન શ્રમણના નામ પર જ કરવામાં આવતી હતી, જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 96969696969696969696969. ૮૩