________________
૧. ધર્મના પ્રચાર-પ્રસાર હેતુ આચાર્ય સુહસ્તી અને મૌર્ય સમ્રાટ સમ્મતિનું અનુસરણ કરી રાજાઓ, મંત્રીઓ વગેરેથી આચાર્યો અને શ્રમણોના સંપર્ક સાધવા.
૨. પોતાના ધર્મસંઘને જીવિત રાખવા તેમજ પ્રભાવકારી ધર્મસંઘ બનાવી રાખવાના ઉદ્દેશ્યથી ચમત્કાર પ્રદર્શન દ્વારા જનમાનસ, ધનિકવર્ગ અને મુખ્યત્વે રાજન્યવર્ગને પોતાના તરફ આકર્ષિત કરવા, પોતાના અનુયાયી બનાવવા.
૩. દુષ્કાળનાં ભીષણ પરિણામોથી પોતાના પ્રાણોની રક્ષાની સાથેસાથે ભોજનની સુગમ-સરળ, સ્થાયી અને સ્વાયત્તશાસી વ્યવસ્થા કરવી.
૪. અન્ય ધર્મોના વધતા જતા પ્રભાવથી જૈન ધર્મની રક્ષા માટે અન્ય ધર્મોનાં ધાર્મિક અનુષ્ઠાનોનું અનુસરણ કરવું.
૫. અધિકથી અધિક લોકોને પોતાના સંઘ તેમજ ધર્મની તરફ આકર્ષિત કરવા માટે આડંબરપૂર્ણ જનમનરંજનકારી નિત-નવાં અનુષ્ઠાનો, આયોજનો, ઉત્સવો, મહોત્સવો વગેરેના આવિષ્કાર અને પ્રચાર-પ્રસાર.
૬.
અન્ય ધર્માવલંબીઓના ધાર્મિક વિદ્વેષથી પોતાના ધર્મસંઘ અને સ્વધર્મી બંધુઓના રક્ષણ હેતુ રાજ્યાશ્રય પ્રાપ્તિ માટે ધર્માચાર્યો દ્વારા અનુષ્ઠાન, યંત્ર, મંત્ર, તંત્ર, કલ્પ આદિના પ્રયોગ અને રાજનીતિ તથા સત્તાના સંચાલનમાં સક્રિય યોગદાન વગેરે-વગેરે.
જ્યાં સુધી મોટા મોટા સમ્રાટ, રાજા-મહારાજા જૈન ધર્મના અનુયાયી રહ્યા ત્યાં સુધી જૈન ધર્મ ખૂબ ફૂલ્યો-ફાલ્યો. આ એક સંયોગની વાત હોવાની સાથે-સાથે એક ઐતિહાસિક તથ્ય પણ છે.
અંતિમ મૌર્ય સમ્રાટ બૃહદ્રથને મારીને પાટલિપુત્રના સિંહાસન પર બેઠેલા પુષ્યમિત્ર શૃંગે જે સમયે બૌદ્ધોની સાથે-સાથે જૈનો પર પણ અત્યાચાર કરવાનો પ્રારંભ કર્યો, તે સમયે કલિંગ ચક્રવર્તી મહામેઘવાહન ભિક્ષુરાય ખારવેલે પાટલિપુત્ર પર આક્રમણ કરીને જૈન ધર્માનુયાયીઓની રક્ષા કરી. જૈન-ધર્માવલંબી ચોલ, ચેરી, પાલ્ક્ય આદિ દક્ષિણના રાજવંશોના શૈવ થઈ જવા અને તેઓ દ્વારા જૈન સાધુઓના © જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
૨૦