________________
રચનાના માધ્યમથી જિનેશ્વરની સ્તુતિ કરવાનો પ્રારંભ કર્યો. ‘ચંદપ્પહ ચરિઉં'ની પ્રશસ્તિ ગાથા મુજબ સમંતભદ્ર વડે કરવામાં આવતી સ્તુતિ પાઠમાં જ્યાં પ્રભુને પ્રણામ કરવાનો પ્રસંગ આવ્યો, ત્યાં તત્કાળ શિવપિંડીની અંદરથી આઠમા તીર્થંકર ભગવાન ચંદ્રપ્રભુની મૂર્તિ પ્રગટ થઈ. આ વિસ્મયકારી ચમત્કારપૂર્ણ ઘટનાથી કાંચીનરેશ અને જન-જનના મન પર જૈન ધર્મના અચિંત્ય પ્રભાવની અમિટ છાપ અંકિત થઈ ગઈ. કાંચીનો પલ્લવ રાજવંશ આ અદ્ભુત ઘટનાના પ્રભાવના પરિણામ સ્વરૂપ સદીઓ સુધી પ્રાયઃ જૈન-ધર્માવલંબી જ બની રહ્યો.
સમંતભદ્રને શ્વેતાંબર અને દિગંબર બંને પરંપરાઓ પોત-પોતાના પરંપરાના આચાર્ય માને છે. આપ્ત-મીમાંસા (દેવાગમ), સ્વયંભૂ સ્તોત્ર (ચતુર્વિશતિ જિનસ્તુતિ), સ્તુતિવિદ્યા, યુક્ત્યાનુશાસન અને રત્નકરંડ શ્રાવકાચાર આચાર્ય સમંતભદ્રની આ કૃતિઓ આજે પણ શ્રુતસાહિત્યની અણમોલ નિધિ બનેલી છે.
આચાર્ય શિવશર્મસૂરિ
શિવશર્મસૂરિ નામના એક પ્રાચીન આચાર્યે દષ્ટિવાદના બીજા પૂર્વની પાંચમી ચ્યવનવસ્તુના ચોથા કર્મપ્રકૃતિ પ્રામૃતમાંથી સાર કાઢીને કર્મ સિદ્ધાંત વિષયક ‘કમ્મપયડિ' નામના ગ્રંથનું નિર્માણ કર્યું. વર્તમાનમાં ઉપલબ્ધ કર્મસિદ્ધાંત વિષયક આ ગ્રંથની ગણના એક સર્વાધિક પ્રાચીન ગ્રંથના રૂપમાં કરવામાં આવે છે. આ ગ્રંથ દિગંબર અને શ્વેતાંબર બંને પરંપરાઓમાં સમાન રૂપે પ્રામાણિક માનવામાં આવે છે. આ ગ્રંથમાં ૪૭૫ ગાથાઓ છે. ઉત્તરવર્તી કાળમાં અનેક આચાર્યોએ આ ગ્રંથ પર ભાષ્ય, ચૂર્ણિ અને ટીકા ગ્રંથોની રચના કરી છે.
શિવશર્મસૂરિએ ‘પંચમશતક’ નામના ગ્રંથની રચના ‘કમ્મપડિ પાહુડ’ના આધારે કરી છે. આ ગ્રંથમાં કુલ ૧૧૧ ગાથાઓ છે. આના પર પણ અનેક વિદ્વાન આચાર્યોએ ચૂર્ણિ, ટીકા, ભાષ્ય વગેરેની રચનાઓ કરી છે. આ બંને ગ્રંથ મુમુક્ષુઓને અધ્યાત્મમાર્ગ પર અગ્રેસર થવામાં દીવાદાંડીનું કામ કરે છે.
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
::
| · e