________________
કોઈ જન્મમાં કરેલાં દુષ્કર્મોને કારણે તેમને ભસ્મક રોગ લાગી ગયો. મધુકરીમાં મળેલ રૂક્ષ તથા મિત ભોજનથી એમની ભસ્મક વ્યાધિ ઉત્તરોત્તર વધતી ગઈ અને ભયંકર રૂપ ધારણ કરી લીધું. આ અસાધ્ય દારુણ વ્યાધિથી પીડિત થઈને સમંતભદ્રએ પોતાના ગુરુને પ્રાર્થના કરી કે - “તેઓ તેમને અનશનપૂર્વક સમાધિ-મરણની આજ્ઞા પ્રદાન કરે.' જ્ઞાનનિધિ તપોધન ગુરુદેવે થોડી ક્ષણ ધ્યાનમગ્ન રહ્યા બાદ કહ્યું : “વત્સ ! તું જિનશાસનની ઘણી પ્રભાવના કરીશ. હજુ તારું પૂરતું આયુષ્ય બાકી છે. આ ભયાવહ ભીષણ ભસ્મક વ્યાધિની અગ્નિના શમન માટે વિપુલ પ્રમાણમાં ગરિષ્ઠ ભોજનની જરૂરત પડે છે, માટે તું પંચ મહાવ્રત સ્વરૂપ સંયમનો થોડા સમય માટે પરિત્યાગ કરી યથેષ્ઠ ગરિષ્ઠ ભોજન કર. થોડા સમય પછી આ વ્યાધિના સમાપ્ત થઈ ગયા બાદ તું પ્રાયશ્ચિત્ત કરી ફરીથી સંયમ ગ્રહણ કરી સ્વ-પર-કલ્યાણમાં નિરત થઈ જજે.’
પોતાના વિશિષ્ટ જ્ઞાની ગુરુવરની આજ્ઞાને તેમણે અનિચ્છાપૂર્વક શિરોધાર્ય કરીને મુનિવેશનો પરિત્યાગ કર્યો. પોતાના શરીર પર ભસ્મ લગાવી, સ્થળે-સ્થળે ફરતા-ફરતા કાંચીરાજના રાજપ્રસાદમાં પહોંચ્યા. ભસ્મ વિભૂષિત સમંતભદ્રને જોતાં જ કાંચીપતિના મનમાં અચાનક એ વિચાર ઉત્પન્ન થયો કે - ‘ક્યાંક સાક્ષાત્ શિવ જ તો પોતાના પર કૃપા કરીને અહીંયાં નથી આવી ગયા ને ?' કાંચીશે ઊભા થઈને એમને પ્રણામ કર્યા. જ્યારે એમને જાણ થઈ કે - તે મહાત્મા છે અને પ્રભુ ઉપાસના જ તેમના જીવનનું ધ્યેય છે.’ તો કાંચ્યાધીશે તેમને રાજપ્રાસાદના શિવમંદિરમાં રહેવા અને શંકરની ઉપાસના કરતા રહેવાની વિનંતી કરી. તે સમયના પરમસમૃદ્ધ કાંચી રાજ્યના રાજમંદિરમાં પ્રતિદિન શિવજીને અતિગરિષ્ઠ ઉત્તમ ભોજનસામગ્રી ભોગના રૂપમાં અર્પિત કરવામાં આવતી હતી. એ ગરિષ્ઠ ભોજનસામગ્રીના નિત્ય-નિયમિત ભોજનથી સમંતભદ્રની ભસ્મક વ્યાધિ થોડા મહિનાઓમાં જ જડમૂળથી નષ્ટ થઈ ગઈ.
એક દિવસ કાંચીશે સમંતભદ્રને શિવ-સ્તુતિ કરવાનો આગ્રહ કર્યો, જેથી સમંતભદ્રે શિવપિંડીની સમક્ષ ઊભા થઈને ‘સ્વયંભૂ-સ્તોત્ર’ની જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
CS