________________
શેષજીવન સમગ્રરૂપે અધ્યાત્મ સાધનામાં વ્યતીત કરવાનો દઢ નિશ્ચય કરી આત્મીયજનોથી રજા લઈને શ્રમણધર્મ અંગીકાર કરી લીધો.
(કૃષ્ણર્ષિ) સંયમ ગ્રહણ કરતાં જ રાવકૃષ્ણથી કૃષ્ણર્ષિ બની ગુરુનાં પદચિહ્નો પર ચાલીને ઘોર તપશ્ચરણપૂર્વક તેઓ અહર્નિશ જ્ઞાન-ધ્યાન અને આત્મરમણમાં લીન રહેવા લાગ્યા.
આ પ્રમાણે ૬ મહિના સુધી વિશુદ્ધ સંયમની પાલન કરી કૃષ્ણષિ પોતાના માનવજીવનને અંતિમ સમયમાં સફળ કરીને સ્વર્ગસ્થ થયા. સમય જતાં ખિમઋષિ પણ ૬૦ વર્ષની સંયમ સાધના પછી નેવું વર્ષની આયુ પૂરી કરી સ્વર્ગવાસી થયા.
તે મહર્ષિઓની જીવનકથાથી અંતરમનમાં વિશ્વાસ થાય છે કે, ચૈત્યવાસી વગેરે વિભિન્ન પરંપરાઓમાં પણ સ્વ - પર કલ્યાણકારી અનેક સંત મહાપુરુષ સમય-સમય પર થતા રહ્યા છે.
(કવિ મહાસેન) વિ. નિ.ની બારમી સદીની આજુબાજુ મહાસેન નામના એક મહાન કવિ થઈ ગયા. તેઓ કયા સમયે થયા, કઈ પરંપરાના હતા; કયા આચાર્યના શિષ્ય હતા વગેરેના સંબંધમાં જૈન વામયમાં કોઈ ઉલ્લેખ ઉપલબ્ધ થતો નથી. તેમની એકમાત્ર કૃતિ “સુલોચના કથા'નો ઉલ્લેખ મળે છે, પરંતુ વર્તમાનમાં તે પણ ઉપલબ્ધ નથી.
સમર્થ કવિ આચાર્ય ઉદ્યોતનસૂરિએ પોતાની લોકપ્રિય કૃતિ કુવલયમાલા'માં કવિ મહાસેનની કૃતિ “સુલોચના કથા'ની ખૂબ-ખૂબ પ્રશંસા કરી છે. પુન્નાસંઘીય આચાર્ય જિનસેને પોતાની વી. નિ. સં. ૧૩૧૦ની મહાન કૃતિ “હરિવંશપુરાણ'માં મહાસેનની આ કૃતિને શીલાલંકાર ધારિણી સુનયની સુંદરી'ની ઉપમા આપી છે.
આ બંને ગ્રંથકાર આચાર્યોથી પહેલાં કોઈ ગ્રંથકારની કૃતિમાં મહાસેન અને તેમની કૃતિ “સુલોચના કથા' સંબંધમાં કોઈ ઉલ્લેખ ઉપલબ્ધ થતો નથી. આથી અનુમાન લગાવવામાં આવે છે કે - “મહાસેન વી. નિ.ની બારમી સદીમાં કોઈ સમયે થયા હોવા જોઈએ.” જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૩) 396969696969696969, ૨૦૫