________________
કવિ પરમેષ્ઠી
વી. નિ.ની બારમી સદીના ઉપાન્ય ચરણમાં પરમેષ્ઠી નામના એક મહાન ગ્રંથકાર વિદ્વાન થઈ ગયા. તેઓ ક્યાં થયા, કઈ પરંપરાના હતા વગેરે કોઈ તથ્ય વર્તમાનમાં ઉપલબ્ધ નથી. કવિ પરમેષ્ઠીએ ‘વાગર્થસંગ્રહ’ નામના એક વિશિષ્ટ ગ્રંથની રચના કરી હતી, જેને અનેક વિદ્વાનોએ આદર્શ ગ્રંથ સમજીને પોતપોતાના ગ્રંથ પ્રણયનના સમયે તેની શૈલીથી, તેમાં સમાવેલાં તથ્યોથી માર્ગદર્શન મેળવ્યું. આજે કવિ પરમેષ્ઠીનો તે ગ્રંથ ઉપલબ્ધ નથી, પરંતુ તેની પ્રશંસામાં કરવામાં આવેલા આદરપૂર્વક ઉલ્લેખ વિક્રમની નવમી સદીના મહાન ગ્રંથકાર આચાર્ય જિનસેને ‘આદિપુરાણ’માં, તેમના શિષ્ય ગુણભદ્રે ‘ઉત્તરપુરાણ'માં અને શ્રમણબેલગોલામાં ગોમ્મટેશ્વર(બાહુબલી)ની ગગનચુંબી મૂર્તિના પ્રતિષ્ઠાપક ચામુંડરાયે પોતાના ગ્રંથ ‘ચામુંડપુરાણ' (ઈ.સ.૧૦૩૦ની આસપાસ)માં કરેલ છે જે આજે પણ વિદ્યમાન છે.
ભટ્ટારક જિનસેનથી પહેલાં કોઈ પણ ગ્રંથકાર દ્વારા કવિ પરમેષ્ઠી સંબંધમાં કરેલો ઉલ્લેખ અત્યાર સુધી ક્યાંય જોવા મળ્યો નથી. આથી એમ ધારણા કરવામાં આવે છે કે કવિ પરમેષ્ઠી પણ ‘સુલોચના કથા’ના રચનાકાર કવિ મહાસેનના સંભવિત સમકાલીન, વી. નિ.ની બારમી સદીમાં કોઈ સમયે થયા હોવા જોઈએ.
મહારાજ અમોઘવર્ષ
ભગવાન મહાવીરના તેંતાલીસમા પટ્ટધર આચાર્ય લક્ષ્મીવલ્લભ અને ચુંમાલીસમા પટ્ટધર આચાર્ય રામઋષિ સ્વામીના આચાર્યકાળમાં રાષ્ટ્રકૂટવંશીય રાજા અમોઘવર્ષનું શાસન રહ્યું. અમોઘવર્ષની ગણના વી. નિ.ની ચૌદમી સદીના સર્વાધિક શક્તિશાળી રાજાઓમાં કરવામાં આવે છે. જિનશાસન પ્રત્યે તેમની શ્રદ્ધા અને નિષ્ઠા અતૂટ અને પ્રગાઢ હતી. શક્તિશાળી રાજા હોવા છતાં યુદ્ધોના બદલે ધર્મ અને સાહિત્ય પ્રત્યે વધારે પ્રેમ રાખતા હતા.
રાષ્ટ્રકૂટવંશના પ્રતાપી સમ્રાટ ગોવિંદ તૃતીય અમોઘવર્ષના પિતા હતા. નર્મદા કિનારે સ્થિત શ્રીભવન નામના સ્થળે તેમની સૈનિક છાવણીમાં જ વી. નિ. સં. ૧૩૨૯(ઈ.સ. ૮૦૨)માં અમોઘવર્ષનો ૩% જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
૨૦૬ ૩૩