________________
સમાધિપૂર્વક આયુષ્ય પૂરું કરીને સૌધર્મ નામના પ્રથમ સ્વર્ગમાં દેવ રૂપે
ઉત્પન્ન થયો.
મહાકવિ ધનપાલ વિક્રમની દશમીથી અગિયારમી સદીના એક અગ્રગણ્ય જિનશાસન પ્રભાવક જૈન મહાકવિ હતા. વિ. સં. ૧૦૨૯માં માલવાના રાજાએ જે સમયે રાષ્ટ્રકૂટ રાજાઓની રાજધાની માન્યખેટને લૂંટીને ત્યાં રાષ્ટ્રકૂટ રાજ્યને ખતમ કર્યું, તે સમયે માર્ગમાં આવેલ ધારાનગરીમાં રહીને ધનપાલે પોતાની નાની બહેન સુંદરી માટે દેશી ભાષાની ‘પાઇય લચ્છી નામમાલા' કૃતિની રચના કરી.
આ કૃતિમાં આપવામાં આવેલ પ્રશસ્તિનું ઐતિહાસિક મહત્ત્વ છે. આનાથી રાષ્ટ્રકૂટ રાજ્યના પતનકાળની સાથો-સાથ ધનપાલના સમકાલીન અનેક વિદ્વાનોના સમયનો પ્રામાણિક નિર્ણય કરી શકાય છે.
સૂરાચાર્ય
ગુર્જર પ્રદેશમાં અણહિલપુર પાટણ નામના પટ્ટનગર(પાટનગર)માં મહાન શક્તિશાળી ભીમ નામનો રાજા રાજ્ય કરતો હતો. ભીમ જિનશાસન પ્રત્યે પ્રગાઢ આસ્થાવાળો લોકપ્રિય રાજા હતો. તે ન્યાય અને નીતિપૂર્વક પ્રજાનું પરિપાલન, સંવર્ધન અને સંરક્ષણ કરતો હતો. દ્રોણસૂરિ નામના જૈનાચાર્ય રાજાના ધર્મગુરુ હતા, જેઓ નિયમિતરૂપે રાજા અને મંત્રી વર્ગને ધર્મશાસ્ત્રોનું શિક્ષણ આપતા રહેતા. દ્રોણસૂરિ રાજા ભીમના મામા હતા. દ્રોણનો એક નાનો ભાઈ પણ હતો, તેનું નામ સંગ્રામસિંહ હતું. તેને મહિપાલ નામનો એક ખાસ પ્રજ્ઞાસંપન્ન અને પ્રતિભાશાળી પુત્ર હતો.
સંગ્રામસિંહના અકાળ મૃત્યુ બાદ મહિપાલની માતા પોતાના નાના બાળકને લઈને અણહિલપુર-પાટણ પહોંચી ગઈ. તેણે દ્રોણાચાર્યની સામે પોતાના પુત્રને તેમનાં ચરણોમાં મૂકતા વિનંતી કરી : “આચાર્ય દેવ ! આપ આપના આ ભત્રીજાને આપની સેવામાં રાખો અને તેને તમામ પ્રકારની શિક્ષા-દીક્ષા આપો.”
ગુરુ દ્રોણે બાળક મહિપાલનાં સુંદર શારીરિક સુલક્ષણો અને નિમિત્તના બળથી એ જાણી લીધું કે - તે બાળક આગળ જઈને જિન-શાસનનો મહાન પ્રભાવશાળી આચાર્ય બનશે.' તેમણે તે બાળકને
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) ૭૬
૨૪૫