________________
ઝુકાવ ચૈત્યવાસી પરંપરાની તરફ ઉત્તરોત્તર વધતો રહ્યો. પરિણામ સ્વરૂપ આ ત્રણે પરંપરાનાં શ્રાવક-શ્રાવિકાઓની સંખ્યા ઘટવા લાગી. નવા દીક્ષાર્થીઓ ના મળવાના કારણે સાધુ-સાધ્વીઓની સંખ્યા પણ ઘટવા લાગી. આનાથી ત્રણે પરંપરાના કર્ણધાર આચાર્યોને પોત-પોતાની પરંપરા વિલુપ્ત થઈ જવાની આશંકા થઈ. ગહન ચિંતન-મનન અને વિચાર-વિનિમય પશ્ચાત્ તેઓએ પોત-પોતાની પરંપરાના અસ્તિત્વને બનાવી રાખવા માટે તે સમયના લોકપ્રવાહ અને તે સમયની માંગને દૃષ્ટિ સામે રાખી, ચૈત્યવાસી પરંપરાનાં અનેક વિધિ-વિધાનોને કેટલીક નવીનતાઓ સાથે અપનાવી લીધાં, અને પોતાના વેશ અને શ્રમણાચારમાં પણ આમૂલ પરિવર્તન કરી દીધું. આ પ્રકારે ભટ્ટારક પરંપરા ઉપર ચૈત્યવાસી પરંપરાનો પર્યાપ્ત પ્રભાવ પડ્યો.
ભટ્ટારક પરંપરા પર ચાપનીય પરંપરાનો પ્રભાવ
પ્રાચીન શિલાલેખોના ઊંડા અભ્યાસથી ભટ્ટારક પરંપરા પર યાપનીય પરંપરાના પ્રભાવનાં અનેક આશ્ચર્યકારક તથ્ય પ્રકાશમાં આવે છે. ૧. સૌથી પહેલું આશ્ચર્યકારી તથ્ય એ છે કે ભટ્ટારંક પરંપરાની પ્રમુખપીઠ અથવા સિંહાસનપીઠ પણ સર્વપ્રથમ યાપનીય પરંપરાના આચાર્ય નેમિચંદ્ર દ્વારા શ્રવણબેલગોલામાં સ્થાપિત કરવામાં આવી. વિશ્વવિખ્યાત બાહુબલિ ગોમટ્ટેશ્વરની વિશાળ મૂર્તિની પ્રતિષ્ઠા પણ યાપનીય આચાર્ય નેમિચંદ્રએ ગંગ પરંપરાના મહાપ્રતાપી રાજા રાચમલ્લ ચોથાના સેનાપતિ અને મહામંત્રી ચામુંડરાય દ્વારા કરાવી. આનાથી એ નિષ્કર્ષ નીકળે છે કે ભટ્ટારક પરંપરા એક સમયે યાપનીય પરંપરાના આચાર્યોના સંચાલનમાં પણ રહી અને એના પરિણામ સ્વરૂપ યાપનીય પરંપરાનો પ્રભાવ પણ ભટ્ટારક પરંપરા પર રહ્યો.
૨. ચૈત્યવાસી પરંપરાના જન્મકાળથી લઈને યાપનીય પરંપરાના ઉત્કર્ષ-કાળ સુધી વિભિન્ન જૈનસંઘો દ્વારા કેવળ તીર્થંકરોની મૂર્તિઓનું જ નિર્માણ કરાવવામાં આવતું. તીર્થંકરોના અતિરિક્ત અન્ય મુક્ત આત્માઓ અથવા દેવો અને દેવીઓ માટે અલગ મંદિરોનું નિર્માણ અથવા તેઓની મૂર્તિઓની પ્રતિષ્ઠાપનાની પરંપરા ૩૭ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
૪૮