________________
પ્રેરણાનો આ પ્રસંગ પ્રત્યક્ષમાં થવો સંભવ નથી, તેમ છતાં ઉપમિતિ ભવ પ્રપંચ કથા' નામના આ ગ્રંથની રચનાથી આધ્યાત્મિક ક્ષિતિજમાં આચાર્ય સિદ્ધર્ષિની કીર્તિ પરાકાષ્ઠાને પણ પાર કરી ગઈ. તેમનું નામ આધ્યાત્મિક જગતમાં અમર થઈ ગયું. વર્તમાનમાં આચાર્ય સિદ્ધર્ષિની નીચે જણાવેલ ચાર કૃતિઓ ઉપલબ્ધ થાય છે :
(૧) ઉપમિતિ ભવ પ્રપંચ કથા (૨) ચંદ્રકેવલી ચરિત્ર (૩) ઉપદેશમાલા વિવરણ (૪) સિદ્ધસેન ન્યાયાવતારની ટીકા સિદ્ધર્ષિની આ ચાર રચનાઓમાંથી “ઉપમિતિ ભવ પ્રપંચ કથા' સર્વોત્કૃષ્ટ આધ્યાત્મિક કૃતિ છે. તેઓ ન કેવળ જૈન સિદ્ધાંતોના જ, પરંતુ મીમાંસક, વૈશેષિક, સાંખ્ય, બૌદ્ધ વગેરે તમામ ભારતીય દર્શનોના પારદ્રષ્ટા વિદ્વાન હતા.
(આચાર્ય ગુણભદ્ર) ભટ્ટારક પરંપરાના પંચસ્તૂપાન્વયી સેનગણના આચાર્ય ગુણભદ્રની ગણના પણ તેમના સમયના અગ્રગણ્ય ગ્રંથકારોમાં કરવામાં આવે છે. પોતાના પ્રગુરુ વિરસેન અને શિક્ષાગુરુ જિનસેનના આદર્શોનું જીવનભર અનુકરણ કરીને આચાર્ય ગુણભદ્ર જૈન વામય અને જિનશાસનની ઉલ્લેખનીય સેવા કરી. આચાર્ય જિનસેનના સ્વર્ગગમન થવાથી તેમના દ્વારા શરૂ કરવામાં આવેલ “મહાપુરાણ'ના બાકીના લેખનકાર્યને ગુણભદ્ર પૂરું કર્યું.
ગુણભદ્રના ગુરુનું નામ દશરથસેન હતું. દશરથસેન આચાર્ય જિનસેન (જયધવલાકાર)ના ગુરુભાઈ હતા. ઉત્તરપુરાણ પ્રશસ્તિ મુજબ લોકસેને પોતાના ગુરુ ગુણભદ્રને જિનસેન અને દશરથસેન, આ બંને વિદ્વાનોમાં શિષ્ય બતાવ્યા છે. એનાથી એ પ્રગટ થાય છે કે - આચાર્ય ગુણભદ્ર, મુનિ દશરથના હસ્તે દીક્ષિત શિષ્ય હતા અને તેમણે શાસ્ત્રો અને વિદ્યાઓનું જ્ઞાન પોતાના દીક્ષાગુરુના ભ્રાતા આચાર્ય જિનસેન પાસેથી મેળવ્યું હતું.' જૈન ધર્મનો મલિક ઇતિહાસઃ (ભાગ-૩) દફદફદફદદદદ ૨૨૦]