________________
રહ્યું. જે રાજ્યોમાં ચૈત્યવાસી પરંપરાએ પોતાની પરંપરાથી ભિન્ન શ્રમણ પરંપરાનાં શ્રમણ-શ્રમણીઓનો રાજાશાઓ વડે પ્રવેશ નિષેધ કરાવી દીધો, એ ક્ષેત્રોમાં રહેવાવાળા જૈનોને વિશુદ્ધ મૂળ પરંપરાનાં શ્રમણ-શ્રમણીઓના દર્શન સુધ્ધાં દુર્લભ થઈ ગયાં. એ પ્રદેશોના નિવાસી, શ્રમણ ને શ્રમણાચારના વાસ્તવિક સ્વરૂપને પણ ભૂલી ગયાં. એ લોકો ચૈત્યવાસીઓને જ ભગવાન મહાવીરની મૂળ શ્રમણ પરંપરાના સાચા શ્રમણ અને એ ચૈત્યવાસીઓ વડે પ્રચલિત આડંબરપૂર્ણ વિધિવિધાનોને જ જૈન ધર્મનું વાસ્તવિક સ્વરૂપ જાણવા અને માનવા લાગ્યા.
વિ. નિ.ની અગિયારમી શતાબ્દીના પ્રારંભિક કાળમાં જ્યારથી ચૈત્યવાસી પરંપરાનો ઉત્કર્ષ-પ્રારંભ થયો, ત્યારથી શાસ્ત્રીય શ્રમણાચારના પાલન કરવાવાળા શ્રમણોની સંખ્યા ઉત્તરોત્તર ક્ષણથી ક્ષીણતર થતી ગઈ. વી. નિ.ની સોળમી શતાબ્દીના તૃતીય ચરણમાં તો આ સ્થિતિ એવી થઈ ગઈ કે મૂળ શ્રમણ પરંપરાના શ્રમણ ભારતવર્ષના ઉત્તરવર્તી ક્ષેત્રમાં અથવા સુદૂરસ્થ કોઈ ક્ષેત્રવિશેષમાં જ ગણ્યા-ગાંડ્યા સંખ્યામાં અવશિષ્ટ રહી ગયા.
વી. નિ.ની સોળમી શતાબ્દીમાં વનવાસી પરંપરાના આચાર્ય ઉદ્યોતનસૂરિની ઉત્તરીય ભારતમાં વિદ્યમાનતાના ઉલ્લેખથી એ પ્રમાણિત થાય છે કે ચૈત્યવાસીઓના ચરમોત્કર્ષકાળમાં પણ ભગવાન મહાવીર વડે સ્થાપિત ચતુર્વિધતીર્થના મૂળ સ્વરૂપ વિદ્યમાન રહ્યા. પૂર્વાગ્રહગ્રસ્ત અન્ય પરંપરાઓના અનુયાયીઓ મૂળ શ્રમણ પરંપરાની એ અતિ ક્ષીણાવસ્થાને લુપ્તાવસ્થાની સંજ્ઞા આપી દીધી. પણ યત્ર-તત્ર વિખરાયેલ પડેલ ઐતિહાસિક તથ્યોના પ્રકાશમાં આ સ્પષ્ટ છે કે એના ૬૦૦-૭૦૦ વર્ષના ઘોર સંક્રાંતિકાળમાં પણ મૂળ શ્રમણ પરંપરાનું અસ્તિત્વ અને પ્રભાવ જીવંત હતો. - જેમ-જેમ સમય વીતતો ગયો તેમ-તેમ ચૈત્યવાસી પરંપરામાં વિઘટનકારી મતભેદ ઉત્પન્ન થતા ગયા. કાલાન્તરમાં ચૈત્યવાસી પરંપરામાં ભિન્ન-ભિન્ન માન્યતાઓવાળા ગચ્છોની ઉત્પત્તિ થઈ. નાના-નાના ગચ્છોની તો ગણના કરવી પણ કઠિન હતી, મોટા-મોટા ગચ્છોની સંખ્યા ચોર્યાશી (૮૪) સુધી પહોંચી ગઈ. પ્રત્યેક ગચ્છના આચાર્ય અને અનુયાયી બીજા ગચ્છોને પોતાના ગચ્છથી હીન અને પોતાના ગચ્છને જ સર્વશ્રેષ્ઠ, જૈિન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 00:069696969900 ૩૫ ]