________________
રહ્યા. આવી સ્થિતિમાં બપ્પભટ્ટી અને બૌદ્ધ મહાવાદી વર્ધન કુંજર વચ્ચે શાસ્ત્રાર્થ કરાવવામાં આવે.”
આમરાજે એ શરત સાથે શાસ્ત્રાર્થના પડકારનો સ્વીકાર કરી લીધો કે - “જેનો વાદી હારી જશે, તે રાજા પોતાનું સંપૂર્ણ રાજય વિજયી વાદીના પક્ષધર રાજાને સમર્પિત કરી દેશે.'
રાજા ધર્મ દ્વારા શરત સ્વીકારી લેવામાં આવતાં બંને રાજ્યોની સીમા પર બૌદ્ધ મહાવાદી વર્ધન કુંજરની સાથે આચાર્ય બપ્પભટ્ટીનો શાસ્ત્રાર્થનો પ્રારંભ થયો. જીત-હારના કોઈ પણ પ્રકારના નિર્ણય વિના તે બંને વિદ્વાનો વચ્ચે નિરંતર ૬ મહિના સુધી શાસ્ત્રાર્થ ચાલતો રહ્યો.
અંતમાં બપ્પભટ્ટીને મહામહિમ મહાવાદી બતાવીને તેમની જીત સ્વીકારી લેવામાં આવી. પીઠાસીને નિર્ણાયકોએ શાસ્ત્રાર્થનો નિર્ણય સંભળાવતા જૈનાચાર્ય બપ્પભટ્ટીને વિજયી અને સૌગતવાદી વર્ધનકુંજરને પૂર્ણતઃ પરાજિત ઘોષિત કર્યા.
શાસ્ત્રાર્થના આ નિર્ણય બાદ મહારાજા ધર્મ, પૂર્વશરત અનુસાર પોતાનું સંપૂર્ણ ગૌડ રાજ્ય કુષેશ્વરને સમર્પિત કરવા માટે વિધિવત્ તૈયાર થઈ ગયો. પરંતુ બપ્પભટ્ટીના અનુરોધથી સજા ધર્મનું રાજ્ય યથાવત્ ધર્મરાજની પાસે જ રાખવાનું આમરાજે સ્વીકારી લીધું. પરિણામ સ્વરૂપ તે બંને રાજ્યો વચ્ચેની પરંપરાગત ચાલી આવતી શત્રુતા સમાપ્ત થઈ ગઈ. આમરાજ અને ધર્મરાજ, બંને પરસ્પર મૈત્રીભાવના સૂત્રમાં બંધાઈ ગયા.
આચાર્ય બપ્પભટ્ટીએ બૌદ્ધાચાર્ય વર્ધન કુંજરને ખૂબ જ પ્રેમથી ગળે લગાવ્યો અને તેને જૈન સિદ્ધાંતોનાં ગૂઢ રહસ્યોનો બોધ આપી તેને બાર વ્રતધારી શ્રાવક બનાવ્યો. સમ્યગુદૃષ્ટિ બાર વ્રતધારી શ્રાવક બન્યા પછી વર્ધન કુંજર ખૂબ શ્રદ્ધા-ભકિતથી બપ્પભટ્ટીને નમસ્કાર કરી પોતાના ઈચ્છિત સ્થાને જતો રહ્યો.
સમય જતાં આમરાજ અને ધર્મરાજ વચ્ચેની જૂની દુશ્મનાવટ ફરી સળવળી ઊઠી. બંને વચ્ચે ભીષણ યુદ્ધ થયું. યુદ્ધમાં ધર્મરાજ માર્યો ગયો. ધર્મરાજના સામંત પ્રબંધકવિ વાપતિરાજને બંદી બનાવી લેવામાં આવ્યો. આમરાજનો યુદ્ધમાં વિજય થયો અને તેણે સંપૂર્ણ ગૌડ રાજ્ય પર પોતાનું આધિપત્ય સ્થાપ્તિ કરી લીધું. : [ ૧૬૪ 99cb2359:39૮૩૭ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)