________________
હર્ષોલ્લાસ અને અપૂર્વ મહોત્સવ સાથે આચાર્ય બપ્પભટ્ટીનો કન્નોજમાં નગરપ્રવેશ કરાવ્યો.
ત્યાર બાદ બપ્પભટ્ટી કાન્યકુબ્બમાં ભવ્યજીવોને ધર્મોપદેશ આપતાઆપતા જિનશાસનનો ચહુમુખી પ્રચાર-પ્રસાર અને વિકાસ કરતાકરતા સ્વ-પર કલ્યાણમાં વ્યસ્ત રહેવા લાગ્યા. એક દિવસ એક સંદેશવાહકે બપ્પભટ્ટીની સેવામાં ઉપસ્થિત થઈ તેમના ગુરુ સિદ્ધસેનની બીમારીનો સંદેશો આપ્યો. સંદેશામાં લખ્યું હતું - “જો તારા મનમાં મારું મુખ જોવાની ઇચ્છા હોય તો જલદીથી અહીં આવી જા.”
પોતાના ગુરુનો આ સંદેશો મળતાં જ બપ્પભટ્ટીએ તત્કાળ કન્નોજથી મોઢેરા તરફ વિહાર કર્યો. આમરાજ ખૂબ દૂર સુધી તેમને વળાવવા આવ્યો અને વિદાય કરતી વખતે પોતાના વિશ્વાસુ અધિકારીઓ અને સેવકોને પોતાના ગુરુની સાથે મોકલ્યા.
ઉગ્ર વિહાર ક્રમથી બપ્પભટ્ટી ખૂબ જલદી મોઢેરા ગામમાં પોતાના ગુરુની સેવામાં હાજર થઈ ગયા. પોતાના મહાન શિષ્યને જોઈને આચાર્ય સિદ્ધસેન ખૂબ જ પ્રસન્ન થયા. સંઘનો કાર્યભાર બપ્પભટ્ટીને સોંપીને તેમણે આલોચનાપૂર્વક ઉપવાસ કર્યા અને સમાધિપૂર્વક રત્નત્રયની આરાધના કરતા-કરતા પરલોક સિધાવ્યા.
પોતાના આરાધ્ય ગુરુદેવ આચાર્ય સિદ્ધસેનના સ્વર્ગવાસ દરમિયાન બપ્પભટ્ટીએ મોઢેરા ગામમાં રહીને સંઘની સુચારુ વ્યવસ્થા કરી અને થોડા સમય બાદ મોઢગચ્છ અને સંઘનો કાર્યભાર ગોવિંદસૂરિ અને નન્નસૂરિને સોંપીને તેમણે આમરાજના પ્રધાનો સાથે કાન્યકુબ્ધ તરફ પ્રસ્થાન કર્યું. કેટલાક દિવસો બાદ તેઓ ફરી કાન્યકુબ્દ પહોંચ્યા. કેટલાંય વર્ષો સુધી ધર્મોપદેશ આપતા-આપતા ત્યાંના પ્રજાજનોને 'ધર્મપથ પર સ્થિર કરી તેમના પર ઉપકાર કરતા રહ્યા. - તે દરમિયાન એક દિવસ ગૌડરાજ ધર્મે આમરાજ પાસે પોતાનો દૂત મોકલીને એક પ્રસ્તાવ મૂક્યો કે - “બૌદ્ધ મહાવાદી વર્ધન કુંજર તેમને ત્યાં લક્ષણાવતીમાં આવેલો છે, અને તે દેશ-વિદેશના બધા વાદી-પ્રતિવાદીઓને શાસ્ત્રાર્થ કરવા માટે પડકાર આપી રહ્યો છે. પરંતુ તેની સાથે શાસ્ત્રાર્થ કરવા માટે કોઈ પણ વાદી સાહસ નથી કરી જિન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩) 3296969699339 ૧૬૩]