________________
બડગચ્છ ) બડગચ્છ પટ્ટાવલી' મુજબ ભગવાન મહાવીરના પાંત્રીસમા પટ્ટધર આચાર્ય ઉદ્યોતનસૂરિથી બડગચ્છની ઉત્પત્તિ થઈ. છત્રીસમા પટ્ટધર આચાર્ય સર્વદેવસૂરિ થયા. તેમના પછી આઠમા આચાર્ય અને આ પટ્ટાવલીના ઉલ્લેખાનુસાર ભગવાન મહાવીરના ચુંમાલીસમા પટ્ટધર જગશ્ચંદ્રસૂરિના સમય સુધી આ ગચ્છ બડગચ્છ'ના નામથી ઓળખવામાં આવતો હતો. આચાર્ય જગશ્ચંદ્રસૂરિએ જીવનપર્યત આચામ્ય વ્રત (આયંબિલ વ્રત) કરતા રહેવાની પ્રતિજ્ઞા કરેલી. આચામ્બ વ્રત સિવાય તેઓ ઉપવાસ, બેલા (છઠ્ઠ), તેલા (અટ્ટમ) વગેરે ઘોર તપશ્ચર્યા પણ કરતા રહેતા હતા. ૧૨ વર્ષ સુધી આ રીતે ઘોર તપશ્ચરણની સાથે અપ્રતિહત વિહારના માધ્યમથી વિભિન્ન ક્ષેત્રોના લોકોને ધર્મમાર્ગ પર સ્થિર કરતા-કરતા જગશ્ચંદ્રસૂરિ આહડ (આઘાડ અથવા આઘાટક) નગરમાં પધાર્યા. આહડ તે દિવસોમાં (વિક્રમની તેરમી સદીમાં) મેવાડ રાજ્યની રાજધાની (પટ્ટનગર-પાટનગર) હતી. મેવાડના મહારાજાએ તેમના ઘોર તપશ્ચરણની યશોગાથાઓ સાંભળીને તેમના તપ અને ત્યાગની મુક્ત કંઠે પ્રશંસા કરીને તેમને “તપા'ના બિરુદથી વિભૂષિત કર્યા. આ બિરુદથી પહેલા આ ગચ્છનાં સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા બડગચ્છીયા' નામથી ઓળખાતા હતા, પણ તપા” બિરુદથી વિભૂષિત કરવામાં આવતા તેમની “તપા' નામથી લોકોમાં ખ્યાતિ થઈ અને બડગચ્છ વિ. સં. ૧૨૮પમાં “તપાગચ્છ'ના નામથી લોકોમાં વિખ્યાત થયો.
બડગચ્છની ઉત્પત્તિના સંબંધમાં જૈન વાડુમયમાં જે ઉલ્લેખ ઉપલબ્ધ થાય છે, તે આ પ્રમાણે છે કે - “એક વખત અર્બુદાચલની તીર્થયાત્રા પછી ઉદ્યોતનસૂરિ આબુ પહાડથી નીચે ઊતરીને ટેલી નામના ગામ પાસે એક વિશાળ વટવૃક્ષ (વડલાનું ઝાડ)ના છાંયડામાં વિશ્રામ કરવા માટે બેઠા. તે સમયે ચિંતન કરતા-કરતા તેમના ધ્યાનમાં એ વાત આવી કે, જો તેઓ પોતાના કોઈ શિષ્યને તે સમયે આચાર્યપદ પ્રદાન કરી દે તો તેના પટ્ટની વંશ પરંપરાની સુદીર્ઘકાળ સુધી સ્થાયી વૃદ્ધિ થવાની સાથોસાથ જિનશાસન પ્રભાવનામાં પણ અદ્ભુત અભિવૃદ્ધિ થઈ શકે છે. તે સમયે ચાલી રહેલું મુહૂર્ત (ચોઘડિયું) તેમને અત્યંત શ્રેષ્ઠ લાગ્યું. અને તેમણે તરત તે સુવિશાળ વટવૃક્ષના છાંયડામાં જ સર્વદેવસૂરિ વગેરે પોતાના આઠ પ્રમુખ અને વિદ્વાન શિષ્યોને આચાર્યપદ પ્રદાન કરી દીધું. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૩) 262633969696969696969 ૨૨૯ |