________________
બ્રહ્મસૂત્ર ભાષ્ય, ગીતાભાષ્ય અને ઉપનિષદ ભાષ્ય - આ ત્રણ મહાભાષ્યો, ચાર અન્ય ભાષ્યો, અગિયાર સ્તોત્રો અને સર્વ સાધારણને બ્રહ્માદ્વૈત સિદ્ધાંતોનો બોધ કરાવવાવાળા ઓગણચાલીસ પ્રકરણ ગ્રંથોની રચના કરી. ભાષ્યોમાં તેમણે જૈન, બૌદ્ધ, મીમાંસક વગેરે પ્રાયઃ બધા ધર્મોના સિદ્ધાંતોનું ખંડન કરતા બ્રહ્માદ્વૈત સિદ્ધાંતની પુષ્ટિ કરી.
અદ્વૈતવાદની પુષ્ટિપૂર્વક, તેના સિવાયના બીજા બધા ધર્મોનાં સિદ્ધાંતો અને માન્યતાઓના ખંડન સાથે વૈદિક ધર્મની પ્રતિષ્ઠાપના અને તેના પ્રચાર-પ્રસાર માટે વિશાળ ભારતની દિગ્વિજય યાત્રા કરવાનો શંકરે નિશ્ચય કર્યો. આચાર્ય શંકરે પ્રથમ શાસ્ત્રાર્થ મંડનમિશ્રની સાથે કર્યું. અહીં એ, જણાવવું જરૂરી છે કે તેઓ સૌ પ્રથમ શાસ્ત્રાર્થ કરવા માટે મંડન મિશ્રની પાસે જ કેમ ગયા.
બ્રહ્મસૂત્ર ભાષ્યનું નિર્માણ કર્યા પછી શંકરાચાર્યે વિચાર્યું કે - જો કોઈ ઉચ્ચ કોટિના વિદ્વાન આ મહાભાષ્ય પર વાર્તિકની રચના કરી આપે તો ઉત્તમ રહેશે. તેમણે કુમારિલ્લ ભટ્ટની પ્રશંસા સાંભળી કે તેઓ વાર્તિક લખવાની કળામાં દક્ષ (પારંગત) છે. કુમારિલ્કે સાબર ભાષ્ય પર શ્લોકવાર્તિક અને તંત્રવાર્તિક - આ બે ભાષ્ય લખીને ભારતની સંપૂર્ણ વિદ્વત્તમંડળી પર પોતાની ધાક જમાવી લીધી હતી. શંકરાચાર્યના મનમાં કુમારિલ્લનો વાર્તિકકારના રૂપમાં ઉત્કૃષ્ટ અનુભવ અને તેમના પ્રકાંડ પાંડિત્યનો લાભ લઈ લેવાની ઉત્કટ ઉત્સુકતા જાગૃત થઈ. તેઓ પોતાના શિષ્યો સહિત ત્રિવેણીના તટ (કિનારે) પર પહોંચ્યા. જ્યારે તેમને જાણ થઈ કે કુમારિલ્લ ભટ્ટ તુષાનલ(ભૂસાની અગ્નિ)માં પોતાનું શરીર બાળી રહ્યા છે, તો તેમને ઘણું જ દુઃખ થયું. તેઓ તત્કાળ કુમારિલ્લ પાસે ગયા અને તેમણે જોયું કે ખરેખર તેમના શરીરનો નીચેનો ભાગ તુષાનલમાં બળી રહ્યો છે. શંકારાચાર્યે જોયું કે, તેમના મુખ-મંડળ પર અલૌકિક આભા અને નિસ્સીમ શાંતિનું સામ્રાજ્ય છવાયેલું છે. કુમારિલ્લ ભટ્ટે શંકારાચાર્યની દિગ્દિગંત વ્યાપી કીર્તિ વિશે પહેલેથી જ સાંભળી રાખ્યું હતું. અચાનક શંકરને પોતાની સન્મુખ જોઈને તેમની પ્રસન્નતાનો કોઈ પાર ના રહ્યો. પોતાના શિષ્યો વડે કુમારિલે, શંકરની પૂજા કરાવડાવી. શંકરે પોતાનું ભાષ્ય કુમારિલ્લને બતાવ્યું. ભાષ્યને જોઈને કુમારિપ્લે ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી અને કહ્યું :
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
૧૩૦