________________
રાજસિંહસન પર આરૂઢ કરી આમરાજા પોતાના ગુરુ બપ્પભટ્ટી સાથે મગધતીર્થની યાત્રા માટે રવાના થયો. જે સમયે રાજા આમ આચાર્ય બપ્પભટ્ટી સાથે હોડીમાં બેસીને ગંગા પાર કરી રહ્યા હતા, તે સમયે બપ્પભટ્ટી અને આમરાજે જોયું કે હોડીની પાસે પાણીમાંથી ધુમાડો નીકળી રહ્યો છે. પાણીમાંથી નીકળતા ધુમાડાને જોઈને બપ્પભટ્ટીએ આમરાજને કહ્યું : “રાજન્ ! તમારો અંતિમ સમય ખૂબ જ નજીક આવી ગયો છે, આ જુઓ, મગટોડા આવી ગયું છે. હવે અંતિમ સમયમાં એ ભલે, તમો જૈન ધર્મ અંગીકાર કરી લો.”
રાજા આમે તે જ સમયે બપ્પભટ્ટી પાસે વિધિવત્ જૈન ધર્મ અંગીકાર કરી સર્વજ્ઞ, સર્વદર્શી વીતરાગ પ્રભુનું શરણું અંગીકાર કર્યું. આચાર્ય બપ્પભટ્ટીએ આમરાજાને કહ્યું : “હજુ મારું પાંચ વર્ષનું આયુષ્ય બાકી છે.”
રાજા આમે બપ્પભટ્ટીના મુખારવિંદથી પંચ પરમેષ્ઠી નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરતાં-કરતાં મગટોડા ગામ પાસે ગંગાના પાણીમાં વિ. સં. ૮૯૦ની ભાદ્રપદ શુક્લા પંચમી, શુક્રવારના દિવસે, દિવસના અંતિમ પ્રહરમાં પોતાની ઇહલીલા સમાપ્ત કરી. બપ્પભટ્ટી કાન્યકુબ્જ પાછા ફર્યા અને રાજા આમ દ્વારા તેમના માટે પહેલાથી નક્કી કરેલા ભવનમાં રહેવા લાગ્યા.
રાજસંસર્ગના પરિણામ
આચાર્ય બપ્પભટ્ટી જીવનભર રાજગુરુના રૂપમાં રાજા આમના નિકટ સંપર્કમાં રહ્યા. આના અનેક સુપરિણામ પણ મળ્યાં. પ્રથમ તો એ કે જૈન ધર્મને રાજ્યાશ્રય મળતો રહ્યો. રાજમાન્ય ધર્મ હોવાના કારણે, લોકપ્રવાહની બદલાયેલી પરિસ્થિતિઓમાં પણ જૈન ધર્મનું વર્ચસ્વ બનેલું રહ્યું. બપ્પભટ્ટીના ઉપદેશ અને સલાહ-સૂચનથી અનેક લોકકલ્યાણકારી કાર્યોની સાથે-સાથે, જૈન ધર્મની પ્રભાવના અને પ્રચારપ્રસારનાં કાર્યો પણ રાજા દ્વારા કરવામાં આવ્યાં. બપ્પભટ્ટીના રાજસંસર્ગથી જૈનસમાજની શક્તિ અને પ્રતિષ્ઠામાં ઉલ્લેખનીય અભિવૃદ્ધિ થઈ. બપ્પભટ્ટીના રાજસંસર્ગથી આ બધાં સુપરિણામ આવ્યાં. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
૧૬૮