________________
જ કહી શકાય કે, તેઓ વિ. નિ.ની બારમી શતાબ્દીના છેલ્લા દશકથી લઈ તેરમી શતાબ્દીના ઉત્તરાર્ધના મધ્યવર્તી સમયમાં આચાર્યપદ પર આરૂઢ રહ્યા.
(આચાર્ય ઉધોતનસૂરિ) ગદ્ય-પદ્ય મિશ્રિત પરમ રોચક પ્રસાદપૂર્ણ શૈલીમાં કુવલયમાલા” નામના પ્રાકૃત કથા સાહિત્યના અનુપમ ગ્રંથની રચના કરીને ચંદ્રકુલ હારિલગચ્છના આચાર્ય ઉદ્યોતનસૂરિ(દાક્ષિણ્ય ચિહ્ન)એ અક્ષયકીર્તિ પ્રાપ્ત કરી.
ઉદ્યોતનસૂરિનો જન્મ ક્ષત્રિય-રાજવંશમાં વી. નિ.ની તેરમી સદીના અંતિમ ચતુર્થ ચરણમાં થયો હતો. રાજવંશના રાજકુમાર હોવાને લીધે તેમને રાજર્ષિ કહેવામાં આવ્યા. રાજકુમાર ઉદ્યોતનના શરીરના દક્ષિણ ભાગમાં સ્વસ્તિકનું એક ઉત્તમ ચિત જન્મસમયથી જ હતું. આ જ કારણે તેમની રાજ પરિવાર, રાજ્ય અને સમય જતાં લોકોમાં પણ ઉદ્યોતનસૂરિ સાથે “દાક્ષિણ્ય ચિહ્ન'ના નામથી પણ ખ્યાતિ થઈ.
રાજકુમાર ઉદ્યોતનને શરૂઆતથી જ અભ્યાસમાં ઊંડો રસ હતો. કુશાગ્ર બુદ્ધિ કિશોર ઉદ્યોતને ક્રમશઃ અભ્યાસ કરતા-કરતા વિવિધ વિષયોની વિદ્યાઓમાં કુશળતા મેળવી. સંજોગોવશાત્ યુગપ્રધાનાચાર્ય હારિલસૂરિના નામ પર સ્થાપિત “હારિલગચ્છના છઠ્ઠા પટ્ટધર તત્ત્વાચાર્યના દર્શન-પ્રવચન-શ્રવણ અને સંસર્ગનો રાજકુમાર ઉદ્યોતનને સુઅવસર મળ્યો. તત્ત્વાચાર્યના ઉપદેશોથી રાજકુમાર ઉદ્યોતનને શાશ્વત સત્યનો બોધ થયો કે - “આ નિસ્સાર ક્ષણભંગુર જગતમાં આધ્યાત્મિક સાધના જ સારભૂત છે.'
આ રીતે બોધિલાભ થતાં જ રાજકુમાર ઉદ્યોતનને સંસારથી વૈરાગ્ય થઈ ગયો. તેમણે અથાગ પ્રયત્ન કરીને માતા-પિતા પાસેથી શ્રમણધર્મમાં દીક્ષિત થવાની પરવાનગી મેળવી. રાજકુમાર ઉદ્યોતને રાજકીય એશ્વર્ય, ભોગ-ઉપભોગ, કૌટુંબિક મોહમાયા વગેરેનો ત્યાગ કરીને તત્ત્વાચાર્ય પાસેથી શ્રમણધર્મની દીક્ષા ગ્રહણ કરી લીધી. | શ્રમણધર્મમાં દીક્ષિત થયા બાદ મુનિ ઉદ્યોતને પોતાના ગુરુ તત્ત્વાચાર્યની સેવામાં રહીને શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. પોતાના મેધાવી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 99696969696969696969 ૧૮૩]