________________
(૧૦) વાયુકાય, (૧૧) વનસ્પતિકાય અને (૧૨) ત્રસકાય - આ છ જીવ નિકાયોની રક્ષા કરવી, (૧૩) અકલ્પનીય પદાર્થોને ગ્રહણ નહિ કરવા, (૧૪) ગૃહંસ્થના પાત્રમાં આહાર નહિ કરવો, (૧૫) પલંગ પર ન બેસવું, (૧૬) ગૃહસ્થના આસન પર બેસવું નહિ, (૧૭) સ્નાન ન કરવું અને (૧૮) શરીરની શોભા-સજાવટનો ત્યાગ કરવો - એ સાધુ આચરણના અઢાર સ્થાન છે. આ સ્થાન પ્રત્યેક સાધુ-સાધ્વી માટે અનિવાર્ય રૂપે પાળવાના છે. બધા સાધુઓએ દરેક અવસ્થાઓમાં આ બધા અઢાર ગુણોનું અખંડ (દેશવિરાધના અને સર્વવિરાધનાથી રહિત) અને નિર્દોષ રૂપથી પાલન કરવું જોઈએ.
શ્રમણાચારનાં આ અઢાર સ્થાનોનું યથાવત્ પાલન કરવાવાળા, જીવ-અજીવ વગેરે તત્ત્વોના યથાર્થ સ્વરૂપના જ્ઞાતા, સત્તર (૧૭) પ્રકારના સંયમના પાલક, મોહ-મમત્વરહિત, આર્જવ આદિ ગુણોથી વિભૂષિત અને બાર (૧૨) પ્રકારનાં તપમાં રહેવાવાળા નિગ્રંથ મુનિ, નિરંતર આત્મ-સાધના કરે છે. આ પ્રકારે આત્મવિદ્યાના ઉપાસક અને અનુષ્ઠાતા, યશસ્વી, શરદપૂર્ણિમાના ચંદ્ર સમાન નિર્મળ મુનિ સમસ્ત કર્મોનો પૂર્ણરૂપે ક્ષય કરીને સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે, અથવા કોઈ કર્મ બાકી રહેવાથી વૈમાનિક દેવોમાં જન્મ લે છે.
ચૈત્યવાસી પરંપરા દ્વારા કરવામાં આવેલ પરિવર્તન
આમ તો વી. નિ. સં. ૮૫૦ની આસપાસ જ કતિપય નિગ્રંથ શ્રમણ, શ્રમણોચિત આચારને તિલાંજલિ આપીને પોતાની ઇચ્છાનુસાર જૈનમંદિરોનાં નિર્માણ કરાવીને તેમાં સ્થિરવાસ ક૨વાની સાથે-સાથે અનેષણીય તથા અકલ્પનીય આહાર લેવા લાગી ગયા હતા, તો પણ મૂળ-નિગ્રંથ પરંપરાના આગમનિષ્ણાત, ત્યાગી, તપસ્વી, ઉગ્રવિહારી, પૂર્વધર આચાર્યોની વિદ્યમાનતાના કારણે, તેઓ સ્વછંદાચારી ચૈત્યવાસી મુનિ જૈનસમાજના માનસમાં કોઈ મહત્ત્વનું સ્થાન તથા સન્માન તે સમય સુધી પ્રાપ્ત કરવામાં અસફળ રહ્યા.
દેવર્ષિના ઉત્તરવર્તીકાળના ઘટનાક્રમના પર્યવેક્ષણથી એવું પ્રતીત થાય છે કે - ચૈત્યવાસીઓએ દેવર્ષિના સ્વર્ગવાસ થઈ ગયા પછી પોતાની પરંપરાનો પ્રચાર-પ્રસાર વ્યાપક રૂપમાં, પ્રબળ વેગથી પ્રારંભ કર્યો. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) ૩૭ ૩૭ ૨૫