________________
વિદ્યમાનતા હતી, તો એ બધીનો ઉલ્લેખ નિશ્ચિત રૂપથી સેંકડો વાર નહિ, પરંતુ હજારો વાર ગણધર પોતાની ‘એકાદશાંગી’માં અવશ્ય કરતા. પરંતુ સત્ય કાંઈક બીજું જ પ્રગટ થાય છે. એકાદશાંગીના કોઈ પણ અંગમાં પ્રભુની વિચરણ ભૂમિના કોઈ એક પણ નગરમાં જૈનમંદિરનો તથા એમના પ્રભુના શિષ્યો તથા ઉપાસકોમાંથી કોઈ એકનું પણ વંદનાર્થ તથા પૂજાર્થ જવાનો ક્યાંય કોઈ પણ ઉલ્લેખ થયો નથી.
ખરેખર ઇતિહાસ એક એવું દિવ્ય દર્પણ છે, જેમાં ધર્મ, સમાજ, રાષ્ટ્ર, સંસ્કૃતિ, જાતિ વગેરેનું અતીતકાળના વાસ્તવિક સ્વરૂપનું, આ બધાનાં અભ્યુદય, ઉત્થાન, પતન, પુનરુત્થાન વગેરેની પ્રક્રિયાઓ, કારણો વગેરેને પ્રત્યક્ષની જેમ જોઈ સમજી શકાય છે. ભૂતકાળની ભૂલોને સારી રીતે જોઈ, વિચારી અને સમજીને ભવિષ્યમાં ક્યારેય એ પ્રકારની ભૂલોનું પુનરાવર્તન ન થાય એ પ્રકારે સુદૃઢ મનોબળ બનાવી શકાય છે. પ્રસ્તુત ગ્રંથમાં ઇતિહાસનું આ મૂળ લક્ષણ તદ્દન સ્પષ્ટ કરવા માટે યથાશક્ય પૂર્ણ પ્રયાસ કર્યા છે.
પ્રસ્તુત ‘જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ' નામક ગ્રંથમાળામાં ‘મૂલતો ભવં મૌલિકમ' આ અર્થને અનુરૂપ આગમોમાં પ્રતિપાદિત જૈન ધર્મના મૂળ સ્વરૂપને પ્રમુખ માનીને જૈન ધર્મનો ઇતિહાસ પ્રસ્તુત કરવામાં આવ્યો છે, એનું કારણ એ છે કે, આગમોતર ધર્મગ્રંથોમાં આ વિશે એકરૂપતાના દર્શન દુર્લભ છે.
આ એક નિર્વિવાદ તથ્ય છે કે - શ્વેતાંબર-દિગંબર-યાપનીય વિભેદની દૃષ્ટિથી ભગવાન મહાવીરના ધર્મસંઘનું સ્વરૂપ, તીર્થ પ્રવર્તન કાળથી લઈને વી. નિ. સં. ૬૦૯ સુધી અને ચૈત્યવાસી પરંપરાના વર્ચસ્વની દૃષ્ટિથી દેવર્ષિ ક્ષમાશ્રમણના સ્વર્ગારોહણકાળ સુધી નિશ્ચિતરૂપેણ આ પ્રકારનું ન હતું. જે પ્રકારનું વર્તમાનકાળમાં દૃષ્ટિગોચર થઈ રહ્યું છે. એ સમય ભગવાન મહાવીરનો ચતુર્વિધ ધર્મસંઘ એકરૂપતા અને એકતાના સુદૃઢ સૂત્રમાં બંધાયેલું હતું. દુર્ભાગ્યવશ આજે એ વિભિન્ન ઇકાઈઓમાં (ઘટક) વિભક્ત થઈ ગયેલ છે.’
શ્વેતાંબર-દિગંબર-યાપનીયના રૂપમાં વિભેદ પછી અને મુખ્યતઃ દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના સ્વર્ગારોહણ પશ્ચાત્ તો, આ જ વિશૃંખલિત સ્થિતિ ચાલી આવી રહી છે. સર્વજ્ઞ-સર્વદેશી ભગવાન મહાવીરના વિશ્વ કલ્યાણકારી ધર્મસંઘની આ પ્રકારની સ્થિતિ પૂર્વાચાર્યો અને મનીષી જીજી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
S