________________
કરી દીધો કે - ‘અમે નિષ્પરિગ્રહી જૈનસાધુ પરિગ્રહના નામે રાજ્ય અથવા જાગીરની વાત તો દૂર એક કોડી સુધ્ધાં નથી રાખતા. અમે લોકો તો અહર્નિશ (હંમેશાં) સ્વ-પર કલ્યાણમાં લાગેલા રહીએ છીએ. અધ્યાત્મપથના પથિકોને ચલ અથવા અચલ કોઈ પણ પ્રકારની સંપત્તિથી શું લેવા-દેવા છે ?’
આ ઉપરાંત પણ જ્યારે મહારાજા અલ્લટે કોઈ ને કોઈ સેવાકાર્ય બતાવવા માટે આગ્રહપૂર્વક અનુરોધ કર્યો તો બલિભદ્ર મુનિએ કહ્યું : “રાજન્ ! જો તમે કંઈ કરવા જ ઇચ્છો છો, તો મારું એક કામ કરી આપો. મારા ગુરુદેવે અમારા સાંડેરગચ્છનું આચાર્યપદ મને ન આપીને મારા નાના ગુરુભ્રાતા શાલિસૂરિને આપી દીધું છે. આપ શાલિસૂરિને કહીને આચાર્યપદનો અડધો ભાંગ મને અપાવી દો.’
‘આ તપસ્વી મુનિના ઉપકારના ભારથી થોડો તો ઋણમુક્ત થઈશ.’ એવું વિચારીને મહારાજા અલ્લટ ખૂબ પ્રસન્ન થયા. તેણે ખૂબ સન્માન સાથે શાલિસૂરિને આહડમાં બોલાવીને રાજકીય ઠાઠ-માઠથી તેમનો નગરપ્રવેશ સમારોહ કર્યો. એક દિવસ યોગ્ય અવસર જોઈ મહારાજા અલ્લટે શાલિસૂરિને નિવેદન કર્યું : “બલિભદ્ર મુનિ ખૂબ ત્યાગી, તપસ્વી અને આપના મોટા ગુરુભ્રાતા છે. આપ આપનો અડધો આચાર્યપદનો અધિકાર તેમને આપી દો. તેના બદલામાં આપ જે પણ કહેશો, તે કરવા માટે હું તૈયાર છું.”
શાલિસૂરિએ મધુર-મુસ્કાનભર્યા સ્વરમાં કહ્યું : “રાજન્ ! જે રીતની રાજનીતિ રાજન્ય વર્ગમાં પ્રચલિત છે; તે જ રીતે ધર્મનીતિ અમારા શ્રમણસમાજમાં પરંપરાગત રૂપથી પ્રચલિત છે. રાજન્ય વર્ગ પોતાના રાજ્યનો અડધો ભાગ અથવા બેથી વધારે ભાઈ હોય તો તે સરેરાશથી રાજ્યનો ભાગ પોતાના ભાઈઓને નથી આપતા. રાજસિંહાસન પર ફક્ત ઉત્તરાધિકારીનો જ પૂર્ણ અધિકાર રહે છે. આ રાજનીતિ પરંપરાથી ચાલી આવી રહી છે. બરાબર તે જ પ્રમાણે શ્રમણ વર્ગમાં પણ આચાર્યપદનો અધિકારી એક જ શિષ્ય હોય છે. ગુરુ જે શિષ્યને આચાર્યપદ પ્રદાન કરી દે છે, તે જ આચાર્યપદનો અધિકારી રહે છે. આચાર્યપદના અધિકારને વિભાજિત કરી ગુરુ-ભાઈઓમાં વહેંચી નથી શકાતું.'
૧૯૮ [૩
૭૭૭૭૭ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)