SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ધનપાલ ભોજનો બાળપણનો મિત્ર હતો. તેને નાનપણથી જ રાજા ભુજનો, ભોજની જેમ જ પ્રેમભર્યો દુલાર (લાડ-પ્યાર) મળ્યો હતો. ધનપાલની સમ્યકત્વમાં પણ અતૂટ શ્રદ્ધા હતી. આથી તેણે નિર્ભીક સ્વરમાં કહ્યું : “રાજન્ ! આ પ્રકારનાં પરિવર્તનોથી આ ગ્રંથની એ જ હાલત થશે જેવી તરત સ્નાન કરેલા કર્મકાંડી બ્રાહ્મણના હાથ પર રાખેલા દૂધના પાત્રમાં એક ટીપું દારૂનું નાખવાથી થાય છે. એવી સ્થિતિમાં એ પ્રકારનાં પરિવર્તન આ ગ્રંથમાં કરી શકાય તેમ નથી. નરેશ્વર ! આ પ્રમાણેના પરિવર્તનથી કરવામાં આવેલ અપવિત્રીકરણનું દુષ્પરિણામ એ આવશે કે મારા કુળ, આપના રાજ્ય અને દેશને મોટી હાનિ (ક્ષતિ) થશે.” પોતાની વિનંતીને આ રીતે હુકરાવી દેવાથી રાજા ભોજનો ક્રોધાગ્નિ ખૂબ જ ઉગ્ર રૂપે ભડકી ઊઠ્યો. તેણે તત્કાળ તિલકમંજરી'ગ્રંથને પોતાની પાસે જ મૂકી રાખેલી સગડીની સળગતી જ્વાળાઓમાં નાખી દીધો. બધાની નજર સામે જ તે ગ્રંથ બળીને ભસ્મીભૂત થઈ ગયો. આ ઘટનાથી ધનપાલના હૃદયને ઊંડો આઘાત લાગ્યો. તેના મુખમાંથી આક્રોશ મિશ્રિત નિરાશાજનક ફક્ત આ જ શબ્દો નીકળ્યા - “ઓ રાજા ભોજ ! તું ખરેખર પાકો માલવીય છે. કાવ્યકૃતિ પ્રત્યેની આવી નિષ્ફરતા અને સ્વજનોની વંચના, આ બે અવગુણ તારી અંદર ક્યાંથી આવી ગયાં ?” રાજાની સામે પોતાનો આક્રોશ દર્શાવીને ધનપાલ રાજ્યસભાની બહાર નીકળી ગયો અને પોતાના ઘરે આવીને શોકાતુર મુદ્રામાં પથારી (શધ્યા)માં સૂઈ ગયો અને ચિંતાસાગરમાં ડૂબી ગયો. ધનપાલની આ પ્રકારની જોઈ ન શકાય તેવી મનોસ્થિતિ જોઈને તેના પરિવારના બધા સભ્યો અવાક થઈ અનેક પ્રકારથી ઊહાપોહ કરવા લાગ્યા. આખરે ધનપાલની નવ વર્ષની નાની પુત્રી તેની પાસે આવી ને પોતાના પિતાને ખૂબ જ પ્રેમભર્યા સ્વરમાં ચિંતાનું કારણ પૂછવા લાગી. ચિંતાના કારણની જાણ થતાં જ બાલિકાએ પોતાના પિતાને આશ્વાસન આપતા ઉત્સાહપૂર્ણ સ્વરમાં કહ્યું : “પિતાજી ! આપ એ વાતની લેશમાત્ર પણ ચિંતા ના કરો. પુસ્તકને બાળી દીધું તો શું થયું, તેના એક-એક અક્ષર, એક-એક શબ્દ, એક-એક પંક્તિ બધું મને જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 3969696969696969696969 ૨૪૧ |
SR No.005687
Book TitleJain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages290
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy