________________
વર્તમાનકાલીન પ્રલયંકર પરમાણુશક્તિના યુગમાં સર્વાધિક મહત્ત્વપૂર્ણ તથ્ય એ છે કે – “હૃદયદ્રાવી, ભીષણ સંહારકારી સંકટની ઘડીઓમાં પણ કોઈ એક ને એક એવા મહાન સંત-વિભૂતિ અથવા એમની પરંપરાના કોઈ ને કોઈ એવા સમર્થ ઉત્તરાધિકારી મહાપુરુષ આર્યધરા પર અવશ્ય વિદ્યમાન હોય છે, જેમને ભગવાન મહાવીર વડે ઉપદિષ્ટ તથા આચરિત વિશ્વબંધુત્વ અને અહિંસાના સિદ્ધાંતની અભૂજ દિવ્ય અમર જ્યોતિને પ્રજ્વલિત તથા પ્રદીપ્ત રાખીને સર્વનાશની કગાર પર ઊભી માનવતાને ઘોર રસાતલમાં જતા ઉગાર્યા છે.'..
નિત નવાં વૈજ્ઞાનિક પરીક્ષણો અને સાહસિક અભિયાનોના વર્તમાન યુગમાં માનવસમાજના આત્મસંયમ, આત્માનુશાસન તથા અહિંસાની તરફ વળાંક આપવાની ઘણી જ જરૂરત છે. આત્મ-સંયમ અને અહિંસા, આ બંનેમાં પારસ્પરિક સંબંધ હોવાને કારણે બંનેનું એકસાથે હોવું પરમાવશ્યક છે.
જે શક્તિઓ એ માનવ ઇતિહાસના સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક, રાજનૈતિક અથવા કોઈ પણ ક્ષેત્રને પ્રભાવિત કરી એમને સુંદર સ્વરૂપ આપવામાં યોગદાન આપ્યું છે, એ બધી શકિતઓમાં જૈન ધર્મે સંભવતઃ સર્વાધિક-સર્વવ્યાપી-પ્રભાવશાળી યોગદાન આપ્યું છે. ધર્મોમાં પણ અહિંસાધર્મ વસ્તુતઃ માનવનો સર્વોત્કૃષ્ટ સર્વાધિક સશક્ત આવિષ્કાર છે. આ તથ્યોને કારણે જૈન ધર્મના ઇતિહાસનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે.
અથાગ પરિશ્રમના ફળસ્વરૂપ “જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ ગ્રંથમાળાના રૂપમાં પૂજય આચાર્યશ્રીએ બહુમૂલ્ય અને પ્રેરક અવદાન આપ્યું છે, એના માટે અમે એમના પ્રતિ મનનાં અંતસ્તલથી અગાધ કૃતજ્ઞતા પ્રગટ કરીએ છીએ.
(જવાહરલાલ નેહરુ વિશ્વવિધાલય, દિલ્લીના કુલપતિ રહેલા ડો. ડી. એસ. કોઠારી, વિખ્યાત વૈજ્ઞાનિક અને શિક્ષાવિદ હોવાની સાથે-સાથે એક ધર્મનિષ્ઠ શ્રાવક પણ હતા.)
-
H
| ૧૨ ૬૬૬૬ દઈ દઈ96969696) જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) |