Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 1
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૮
સંભિન્નમતિનું નાસ્તિક મત-નિરૂપણ
સગ ૧ લે. ગળે છે તેમ અનેક વ્યસનના આવેગરૂપી અગ્નિની અંદર રહેલા અધમી પ્રાણીઓના શરીરે ગળ્યા કરે છે, માટે તેવા અધમીઓને ધિકાર છે. પરમ બંધુની પેઠે ધર્મથી સુખ મળે છે અને નાવની પેઠે ધર્મવડે આપત્તિરૂપી નદીઓ તરી જવાય છે. જેઓ ધર્મ ઉપાર્જન કરવામાં તત્પર છે તેઓ પુરુષને વિષે શિરોમણિ થાય છે અને લતાઓ જેમ વૃક્ષને આશ્રય કરે છે તેમ તેમ સંપત્તિઓ તેમને આશ્રય કરે છે. ધવડે આધિ, વ્યાધિ અને વિરોધ વગેરે જે પીડા હેતુ છે તે, જળથી જેમ અગ્નિ નાશ પામે તેમ તત્કાળ નાશ પામી જાય છે. પરિપૂર્ણ પરાક્રમથી કરેલ ધર્મ અન્ય જન્મમાં કલ્યાણ સંપત્તિ આપવાને માટે જામીનરૂપ છે. તે સ્વામિન્ ! વધારે શું કહું ? પરંતુ નિઃશ્રેણુથી ૧ જેમ મહેલના અગ્રભાગ પર જવાય છે તેમ પ્રાણીઓ બળવાન્ ધર્મથી લોકાગ્રને પ્રાપ્ત થાય છે. આપ પણ ધર્મ વડે આ વિદ્યાધરના નરેંદ્રપણને પામેલા છે, માટે તમે ઉત્કૃષ્ટ લાભને વાતે ધર્મને આશ્રય કરે.”
સ્વયં બુદ્ધ મંત્રીએ એ પ્રમાણે કહ્યા પછી અમાવાસ્યાની રાત્રિની પેઠે મિથ્યાત્વરૂપી અંધકારની ખાણરૂપ અને વિષ સરખી વિષમ મતિવાળે સંભિન્નમતિ નામને મંત્રી બોલ્યો-“અરે અરે ! સ્વયં બુદ્ધ ! તમને શાબાશ છે ! તમે પોતાના સ્વામીનું બહુ સારું હિત ઈચ્છો છો ! ઓડકારથી જેમ આહારને અનુભવ થાય છે તેમ તમારી ગિરાવડે જ તમારા ભાવનું અનુમાન થાય છે. હમેશાં સરલ અને પ્રસન્ન રહેનારા સ્વામીના સુખને માટે તમારા જેવા કુલીન અમાત્ય જ આવી રીતે કહે, બીજા તે કહે નહીં ! સ્વભાવથી કઠિન એવા કયા ઉપાધ્યાયે તમને ભણાવ્યા છે ? જેથી અકાળે વજાપાત જેવાં વચનો તમે સ્વામી પ્રત્યે કહ્યાં ? સેવકે પિતાના ભેગના અર્થને માટે સ્વામીની સેવા કરે છે તે તેઓએ પિતાના સ્વામીને “તમે ભોગ ભોગ નહીં' એવું કેમ કહેવાય ? જેઓ આ ભવ સંબંધી ભેગને છોડી દઈ પરલેકને માટે યત્ન કરે છે તેઓ હથેલીમાં રહેલ લેદ્ય પદાર્થને છોડી કેણું ચાટવા જેવું કરે છે. ધર્મથી પરલોકમાં ફળ મળે છે એમ જે કહેવાય છે તે અસંગત છે, કેમકે પરલોકી જનને અભાવ છે તેથી પરલોક પણ નથી જ. જેમ ગેળ, પિષ્ટ અને જળ વગેરે પદાર્થોથી મદશકિત ઉત્પન્ન થાય છે તેમ પૃથ્વી, અપ, તેજ અને વાયુથી ચેતના ઉત્પન્ન થાય છે. શરીરથી જુદો કઈ શરીરધારી પ્રાણું નથી કે જે આ શરીરને છોડી પર લેકમાં જાય, માટે વિષયનું સુખ નિઃશંકપણે ભેગવવું અને પિતાના આત્માને ઠગ નહીં. કારણ કે સ્વાર્થભ્રંશ કરે તે જ મૂર્ખતા છે. ધર્મ અને અધર્મની શંકા જ કરવી નહીં, કારણ કે સુખાદિકમાં તે વિદ્ગકારક છે અને ધર્મ અધર્મ ખરશંગની પેઠે વિદ્યમાન જ નથી. સ્નાન, વિલેપન, પુષ્પ અને વસ્ત્રાભૂષણથી પાષાણુની પૂજા કરાય તે તેણે શું પુણ્ય કર્યું ? અને બીજા પાષાણ ઉપર બેસી માણસે મૂત્રેત્સર્ગ અને વિષ્ટા કરે છે તેણે શું પાપ કર્યું ? જે પ્રાણીઓ કર્મથી ઉત્પન્ન થતા હોય અને મૃત્યુ પામતા હોય તે પાણીના પરપોટા કયા કર્મથી ઉત્પન્ન અને વિપન્ન થાય છે ? જ્યાં સુધી ઈચ્છાવડે ચેષ્ટા કરે છે ત્યાંસુધી ચેતન કહેવાય છે અને વિનષ્ટ થયેલા ચેતનને પુનર્ભવ નથી. જે પ્રાણું મૃત્યુ પામે છે તે જ પુનઃ ઉત્પન્ન થાય છે એવું વાક્ય સર્વથા યુતિરહિત છે, તેથી કહેવા માત્ર જ છે. શિરીષના જેવી કમળ શયામાં, રૂપલાવણ્યથી સુંદર એવી રમણએની સાથે આપણું સ્વામી અવિશંક્તિપણે કીડા
૧ નિસરણું અથવા દાદર ૨ ચાટવા યોગ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org