________________
ઈંદ્ર કરેલ પરમાત્માની પ્રાર્થના
સર્ગ ૩છે. તંતુવડે મંડિત કરતા હોય એમ જણાતું હતું. પ્રભુએ પાંચમી મુષ્ટિથી બાકીના કેશને લોચ કરવાની ઈચ્છા કરી, એટલે ઈદે પ્રાર્થના કરી કે “હે સ્વામિન! હવે તેટલી કેશવલી રહેવા વો, કેમકે જ્યારે પવનથી ઉડીને તે તમારા સુવર્ણના જેવી કાંતિવાળા ખભાના ભાગ ઉપર આવે છે ત્યારે મરકત મણિના જેવી શેલે છે.” પ્રભુએ યાચના સ્વીકારી ને તેટલી કેશવલ્લી ને તેવી રીતે જ રહેવા દીધી; કેમકે સ્વામીએ પોતાના એકાંત ભકતોની યાચનાનું ખંડન કરતા નથી. સૌધર્મપતિએ તે કેશને ક્ષીરસમુદ્રમાં નાંખી આવીને રંગાચાર્ય (સૂત્રધાર) ની પેઠે મુષ્ટિસંજ્ઞાથી વાજિંત્રેનું નિવારણ કર્યું, એટલે કર્યો છે છઠ્ઠ ત૫ જેમણે એવા નાભિકુમારે દેવ, અસુર અને મનુની સમક્ષ સિદ્ધને નમસ્કાર કરીને, “સઘળા સાવા ચોગનું પ્રત્યાખ્યાન કરું છું,' એમ કહી મોક્ષમાર્ગના રથતુલ્ય ચારિત્ર ગ્રહણ કર્યું. શરદઋતુના તાપથી તપ્ત થયેલા પુરુષને જેમ વાદળની છાયાથી સુખ થાય તેમ પ્રભુના દીક્ષાવથી નારકીના જીને પણ ક્ષણવાર સુખ થયું. જાણે દીક્ષાની સાથે સંકેત કરીને રહેલું હોય તેમ મનુષ્યક્ષેત્રમાં રહેલા સર્વ સંજ્ઞી પંચંદ્રિય જીના મને દ્રવ્યને પ્રકાશ કરનારું મન:પર્યવ જ્ઞાન તરત જ પ્રભુને ઉત્પન્ન થયું. મિત્રોએ વાર્યા છતાં, બંધુઓએ કયા છતાં અને ભરતેશ્વરે વારંવાર નિષેધ કર્યા છતાં પણ કચ્છ અને મહાકચ્છ વિગેરે ચાર હજાર રાજાઓએ, સ્વામીના પૂર્વના અતિશય પ્રસાદનું સ્મરણ કરીને, જમરની પેઠે તેમના ચરણકમલને વિરહ નહીં સહન કરી શકવાથી પોતાના પુત્ર, કલત્ર, રાજ્યાદિ સેવે ને તૃણની પેઠે છોડી દઈ જે સ્વામીની ગતિ તે જ અમારી ગતિ એ નિશ્ચય ધારી હર્ષથી પ્રભુની સાથે દીક્ષા ગ્રહણ કરી. ભૂત્ય લોકેનો ક્રમ એ જ હોય છે.
પછી ઇદ્ર વિગેરે દેવતાઓ અંજલિ જોડી આદિનાથને પ્રણામ કરી ચતુતિ કરવા લાગ્યા–“હે પ્રભુ! તમારા યથાર્થ ગુણ કહેવાને અમે અસમર્થ છીએ, તથાપિ અમે સ્તુતિ કરીએ છીએ; કેમકે તમારા પ્રભાવથી એમારી બુદ્ધિને વિસ્તાર થાય છે. તે સ્વામી ! ત્રસ અને સ્થાવર જતુઓની હિંસાને પરિહાર કરવાથી અભયદાન આપનારી દાનશાળારૂપ થયેલા આપને અમે નમસ્કાર કરીએ છીએ. સર્વથા મૃષાવાદને પરિત્યાગ કરવાથી હિતકારી, સત્ય અને પ્રિય વચનરૂપી સુધારસના સમુદ્ર એવા આપને અમે નમસ્કાર કરીએ છીએ. હે ભગવન્! અદત્તાદાનને ત્યાગ કરવારૂપી ખીલાઈ ગયેલા માર્ગમાં પ્રથમ પંથી થયેલા આપને અમે નમસ્કાર કરીએ છીએ. હે પ્રભુ ! કામદેવરૂપી અંધકારને નાશ કરનાર અખંડિત બ્રહ્મચર્યરૂપી મહાતેજવાળા સૂર્ય સમાન આપને અમે નમસ્કાર કરીએ છીએ. તૃણની પેઠે પૃથ્વી વિગેરે સર્વ જાતના પરિગ્રહને એક સાથે ત્યાગ કરનાર નિર્લોભતારૂપ આત્માવાળા આપને અમે નમસ્કાર કરીએ છીએ. પંચ મહાવ્રતને ભાર ઉપાડવામાં વૃષભ સમાન અને સંસારસિંધુને તરવામાં કાચબા સમાન આપ મહાત્માને અમે નમસ્કાર કરીએ છીએ. હે આદિનાથ ! જાણે પાંચ મહાવ્રતની પાંચ સહેદરા હોય તેવી પાંચ સમિતિને ધારણ કરનારા આપને અમે નમસ્કાર કરીએ છીએ. આત્મારામને વિષે જ જોડેલા મનવાળા, વચનની સંવૃત્તિથી શોભતા અને શરીરની સર્વ ચેષ્ટાઓથી નિવૃત્ત થયેલા એવા ત્રણ મુસિધારક તમને અમે નમસ્કાર કરીએ છીએ.” .
એવી રીતે પ્રભુની સ્તુતિ કરીને દેવતાઓ, જન્માભિષેક સમયની પેઠે નંદીશ્વર દ્વીપ જઈ, ત્યાં અઠ્ઠાઈ મહેત્સવ કરી પોતપોતાના સ્થાન પ્રત્યે ગયા. દેવતાઓની પેઠે ભરત અને
Jain Education International
For Private & Personal Use'Only
www.jainelibrary.org